ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસનો ભય કયાં..? : અગાઉ કરેલ કેસમાં સમાધાન કરવાની ના પાડતાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી


SHARE













મોરબીમાં અગાઉ કરેલ કેસમાં સમાધાન કરવાની ના પાડતાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં કાલિકા પ્લોટ વિસ્તારમાં આવેલ નર્મદા હોલ નજીક રહેતા યુવાનને તે વિસ્તારમાં રહેતા એક શખ્સની સામે અગાઉ હત્યાની કોશિશનો કેસ કરેલ છે જેમાં સમાધાન કરી લેવાનું કહેતા યુવાને સમાધાન કરવાની ના પાડી હતી જેથી તેને ગાળો આપીને ધ્યાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વધુ એક ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તાર સાયન્ટિફિક રોડ ઉપર રહેતા રહીમભાઈ ઉર્ફે ટકો વલીમહમદભાઈ ચાનીયા જાતે સંધિ (34) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇરફાન કરીમભાઈ પારેડી જાતે મિંયાણા રહે. કાલિકા પ્લોટ નર્મદા હોલ પાસે મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં તેણે જણાવ્યું છે કે, આરોપીએ ફરિયાદીને તેણે અગાઉ કરેલ હત્યાની કોશિસના કેસમાં સમાધાન કરી લેવા માટે કહ્યું હતું ત્યારે ફરિયાદીએ સમાધાન કરવાની ના પાડતા આરોપીએ ફરિયાદીને ગાળો આપીને જાન મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ  છે.

બાળક સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે રહેતો હેમંત દશરથભાઈ રાવળદેવ (13) નામના બાળકને લીલા રોડે પાંજરાપોળ નજીક બાઇકમાં બેસીને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થઈ હતી અને ઇજા પામેલા બાળકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી.

માર માર્યો

મોરબીના નવલખી બાઇપાસ રોડ ઉપર પરશુરામ બ્રિજ નીચેના ભાગમાં સુતેલા વિનોદભાઈ હાજાભાઇ પરમાર (25) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે.






Latest News