હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મારી દીકરીને તમારો દીકરો ભગાડી ગયેલ છે તેવું કહીને યુવાનના ભાઈ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE









વાંકાનેરમાં મારી દીકરીને તમારો દીકરો ભગાડી ગયેલ છે તેવું કહીને યુવાનના ભાઈ સહિત બે વ્યક્તિને ત્રણ શખ્સોએ માર માર્યો

વાંકાનેરમાં આવેલ હરિ પાર્ક સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે આવીને મારી દીકરીને તમારો દીકરો ભગાડી ગયેલ છે તેવું કહીને યુવાનના ભાઈ અને તેના પડોશીને દીકરીના પિતાએ જેમ ફાવે તેમ ગાળો આપીને ઢિકાપાટુનો તેમજ લાકડાના બેટ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવે છે અને હાલમાં તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ હરિ પાર્ક સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ રમેશભાઈ જોલાપરા જાતે કોળી (24)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઈ વસિયાણી રહે. લુણસર તાલુકો વાંકાનેર તથા તેની સાથે આવેલા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી સંજયભાઈ સહિતનાઓ તેના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં ફરિયાદીના પિતાને બોલાવીને કહ્યું હતું કે મારી દીકરીને તમારો દીકરો વિશાલ ભગાડી ગયેલ છે” જે બાબતનો ખાર રાખીને ત્રણેય આરોપીઓએ ફરિયાદી તથા તેઓની પાડોશમાં રહેતા રવિભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના બેટ વડે ફરિયાદીને ડાબા પગના નળાના ભાગે માર મારીને ઇજા કરી હતી અને અજાણ્યા શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ફરિયાદી અને સાહેબને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ત્રણ શખ્સોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઈડીસીના નાકા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જે અકસ્માતના બનાવમાં જગદીશભાઈ દામોદરભાઈ કટારીયા (67) રહે. મોરબી વાળાને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે




Latest News