મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયું વાંકાનેરમાં યુવા સારથી સંગઠન દ્વારા આયોજિત મહારક્તદાન કેમ્પમાં 334 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીના નવલખી રોડેથી નીકળેલો શખ્સ બીયરના ટીન સાથે પકડાયો: રવાપર રોડે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે


SHARE







મોરબી અને વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી તાલુકા કક્ષાએ યોજાતો જુલાઈ-૨૦૨૪ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૪/૭/૨૦૨૪ ના રોજ સવારે ૧૧ વાગ્યે લાલબાગ, મોરબી તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે. આવી જ રીતે વાંકાનેર તાલુકા કક્ષાએ પણ ફરિયાદ નિવારણ કાર્યક્રમનું તા 24 ના રોજ આયોજન કરવામાં આવ્યું છે

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦ જુલાઈ સુધી ગ્રામ્ય કક્ષાએ તલાટી મંત્રીશ્રીને તથા તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવાનું રહેશે. તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. તેવું મામલતદારોએ જણાવ્યુ છે. 




Latest News