મોરબી અને વાંકાનેર તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે
મોરબી જીલ્લામાં પ્રેમલગ્ન કરનારા યુવાનની હત્યા કરનારા યુવતીના બે સગાભાઈઓની ધરપકડ
SHARE
મોરબી જીલ્લામાં પ્રેમલગ્ન કરનારા યુવાનની હત્યા કરનારા યુવતીના બે સગાભાઈઓની ધરપકડ
મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં રાયસંગપર ગામે રહેતા યુવાને પ્રેમ લગ્ન કર્યા હતા તે યુવાનની યુવતીના બે સગા ભાઈઓ દ્વારા છરી અને ધોકા વડે માર મારીને હત્યા કરવામાં આવી હતી જેથી કરીને મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશને હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યના ગુનામાં યુવતીના બંને ભાઇઓની ધરપકડ કરેલ છે.
પ્રેમલગ્ન કરનારા યુવક અને યુવતી ઉપર હુમલા કરવામાં આવે તેવી ઘટનાઓ અગાઉ અનેક ઘટનાઓ બની છે આવી જ એક ઘટના મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં રાયસંગપર ગામે રહેતા શામજી બાબુભાઈ લોલાડીયાએ તેના જ ગામના વિપુલ કરમણભાઈ લોલાડીયા અને ગૌતમ કરમણ લોલાડીયાની બહેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જે બાબતનો ખાર રાખીને બંને યુવતીના બંને ભાઈઓએ છરી અને પાઇપ વડે બાબુભાઈ લોલાડીયા તેની પત્ની વિજુબેન, તેમજ તેના બે દીકરા શામજી અને ગોપાલ ઘરે સુતા હતા
ત્યારે આરોપીઓએ ત્યાં આવીને છરી અને પાઇપ વડે શામજી અને ગોપાલ ઉપર હુમલો કર્યો હતો જેમાં શામજીને પેટના ભાગે છરીનો જીવલેણ ઘા માર્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ગોપાલને પડખાના ભાગે છરી મારી હતી જેથી તેને ઇજા થતાં સારવારમાં ખસેડાયો હતો અને હત્યાના આ બનાવમાં બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે
હત્યના આ બનાવમાં મૃતકના પિતા બાબુભાઈ ગોકળભાઇ લોલાડીયાએ વિપુલ કરમણભાઈ લોલાડીયા અને ગૌતમ કરમણ લોલાડીયા સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીનો દીકરો શામજી આરોપીની સગી બહેન શીતલને ભગાડી ગયો હતો અને તે બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા જો કે, આરોપીની સગી બહેન મૃતકને પણ કૌટુંબિક બહેન થતી હતી જેથી કરીને બંને પરિવાર વચ્ચે સમાધાન થયું હતું અને આરોપીની બહેનને તે લોકો પછી લઈ ગયા હતા અને મૃતક યુવાનને ગામમાં નહીં આવવાનું તે શરતે સમાધાન કરવામાં આવ્યું હતું જેથી કરીને મૃતક યુવાન ગાંધીધામ તેની બહેનના ઘરે રહેતો હતો
જો કે, ચારેક દિવસ પહેલા જ તે તેના ઘરે આવ્યો હતો અને તે આરોપીઓને સારું નહીં લાગ્યા તે બંને છરી અને પાઇપ લઈને હુમલો કર્યો હતો અને આરોપી ગૌતમે શામજીને છરીનો ઘા મારીને તેની હત્યા કરી નાખેલ છે આમ પ્રેમ પ્રકરણના અનેક કિસ્સાઓની જેમ આ કિસ્સામાં પણ બનાવ હત્યમાં પરિણામયો છે અને યુવાનની હત્યા યુવતીના બે સગા ભાઈઓ દ્વારા કરવામાં આવે છે જેથી કરીને હળવદ પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને આ ગુનામાં પોલીસે આરોપીને તાત્કાલિક પકડીને આરોપીના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.