મોરબીમાં ચક્કર આવતા પડી ગયેલ યુવાન-છાતીમાં દુખાવો ઉપાડતા આધેડનું મોત
ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સોની 62,700 ની રોકડ સાથે ધરપકડ
SHARE









ટંકારાના જબલપુર ગામે જુગાર રમતા 6 શખ્સોની 62,700 ની રોકડ સાથે ધરપકડ
ટંકારા તાલુકાના જબલપુર ગામે મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા 6 શખ્સો મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે 62,700 ની રોકડ સાથે તમામની ધરપકડ કરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે.
જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાના જબલપુર ગામે જાહેરમાં મંદિર પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા મહેશભાઈ ઉર્ફે કાતીયો નરભેરામભાઇ કાનાણી (29), ગોરધનભાઈ ઠાકરશીભાઈ લો (60), અરજણભાઈ રામજીભાઈ કગથરા (58), હેમંતભાઈ ડાયાભાઈ કુંડલીયા (45) રહે. ચારેય જબલપુર તેમજ હેમંતભાઈ કલ્યાણજીભાઈ ભાલોડીયા (54) અને હીરાભાઈ ભગવાનજીભાઈ ભાલોડીયા (64) રહે. બંને ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 62,700 ની રોકડ કબજે કરી હતી અને જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
મોરબીમાં રવાપર ગામથી આગળના ભાગમાં આવેલ બોરીયા પાટી વિસ્તારમાં રહેતો કલ્પેશ વાલજીભાઈ જાદવ (18) નામનો યુવાન મોરબીના સનાળા રોડ ઉપર છોટાલાલના પેટ્રોલ પંપ પાસેની શેરીમાંથી બાઈકમાં બેસીને જઇ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે બાઈક ઉપરથી નીચે પટકાતા તેને ઈજા થવાથી સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાર બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી.
મારા મારીમાં ઇજા
મોરબીના પીપળી રોડ ઉપર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ભાવેશભાઈ જગદીશભાઈ નિમાવત (35) અને પુષ્પાબેન ભાવેશભાઈ નિમાવત (35) રહે. બંને જૂની પીપળી વાળાઓને ઇજા થયેલ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવેલ છે

