મોરબીના રવાપર ગામે કાર ઓવરટેક કર્યા બાદ ઝઘડો કરી છરી વડે હુમલો: બે સામે ફરિયાદ
મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ.સોસાયટી-મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સામાન્ય ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ
SHARE
મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ.સોસાયટી-મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સામાન્ય ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ
મોરબી જિલ્લામાં મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ.સોસાયટી લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે કામચલાઉ મતદાર યાદી માટે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અનુસાર તા. ૧૦/૭/૨૦૨૪ ના રોજ ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રારની કચેરી તેમજ મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ. સોસાયટી લી. ખાતે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. તા.૨૦/૭/૨૦૨૪ સુધીમાં ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની કચેરી ખાતે દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે. તેમજ આ કચેરી દ્વારા તા. ૨૩/૭/૨૦૨૪ સુધીમાં દાવા-વાંધાઓનો નિકાલ કરવામાં આવશે. અને તા. ૨૫/૭/૨૦૨૪ ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રારની કચેરી તેમજ મોરબી-માળીયા પ્રોસેસીંગ કો.ઓપ. સોસાયટી લી. ખાતે કરવામાં આવશે તેવું ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.
મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ
મોરબી જિલ્લામાં મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે કામચલાઉ મતદાર યાદી માટે કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અનુસાર તા. ૧૦ ના રોજ ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની કચેરી, મોરબી જિલ્લા રજીસ્ટ્રારની કચેરી તેમજ મોરબી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ખાતે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે. તા.૨૦ સુધીમાં ચૂંટણી સત્તાધિકારી અને મોરબી પ્રાંત અધિકારીની કચેરી ખાતે દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકાશે તેમજ આ કચેરી દ્વારા તા ૨૩ સુધીમાં દાવા-વાંધાઓનો નિકાલ કરવામાં આવશે. અને તા. ૨૫ ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે