મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદમાં એક પખવાડિયાથી ગેરહાજર પોલીસ હેડ કોન્સટેબલ સામે પીઆઇએ નોંધાવી ફરિયાદ


SHARE













હળવદમાં એક પખવાડિયાથી ગેરહાજર પોલીસ હેડ કોન્સટેબલ સામે પીઆઇએ નોંધાવી ફરિયાદ

હળવદ તાલુકામાં પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ પોતાની ફરજ ઉપર છેલ્લા એક પખવાડિયાથી હાજર થયેલ નથી અને ફરજમાં ગેરહાજર પોલીસ કર્મચારીને નોટિસ આપવામાં આવી છતાં પણ તે હાજર થયેલ નથી જેથી હળવદના પીઆઇ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ રાજેશ તુલજાશંકર વ્યાસ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમારની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, પોલીસ કર્મચારી ગત તા. 2/7 થી તા 16/7 ના બપોરના બે વાગ્યા સુધીના સમય દરમિયાન પોતાની ફરજમાં ગેરહાજર રહેલ છે. અને ફરજ ઉપર હાજર થવા માટે એક કે બે નહીં પરંતુ ત્રણ વખત નોટિસની બજવણી કરવામાં આવી છે. તેમ છતાં પણ મનસ્વી રીતે પોતે પોતાની ફરજમાં ગેરહાજર રહેતા હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા હેડ કોન્સ્ટેબલની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને જીપી એક્ટની કલમ 145 (2) (c) મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગેની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.પી. વ્યાસ ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના સનાળા રોડે રહેતા ધર્મેશભાઈ રામુભાઈ મિયાત્રા (44) નામનો યુવાન બાઇક લઈને મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર ધર્મેન્દ્ર ટ્રેડિંગ પાસેથી જતો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થવાના કારણે તેને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વિપુલભાઈ પટેલ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી.




Latest News