મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના રાયધ્રા ગામે વાડીના શેઢેથી દારૂની નાની-મોટી 197 બોટલ ઝડપાઇ, બુટલેગરની શોધખોળ


SHARE









હળવદના રાયધ્રા ગામે વાડીના શેઢેથી દારૂની નાની-મોટી 197 બોટલ ઝડપાઇ, બુટલેગરની શોધખોળ

હળવદ તાલુકાના રાયધ્રા ગામની સીમમાં વાડીના શેઢે દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની અને મોટી કુલ મળીને 197 બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના રાયધ્રા ગામની સીમમાં સહદેવભાઈ નંદેસરિયાની વાડીના શેઢે દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી. જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી. ત્યારે વાડીના સેઢે  આવેલ બાવળી નીચેથી દારૂની જુદીજુદી બ્રાન્ડની નાની 190 અને મોટી 7 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે કુલ મળીને 21,450 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને હળવદ તાલુકા પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી ત્યારે સ્થળ ઉપર આરોપી સહદેવભાઈ ભારતભાઈ નંદેસરીયા જાતે કોળી રહે. રાયધ્રા વાળો હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

માર મારીમાં ઇજા

વાંકાનેર તાલુકાના પાડધ્રા ગામ પાસે ખાણ વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો અને જે મારામારીના બનાવમાં જીતેશ ગેલાભાઈ સિંગરખીયા (40) અને હાજાભાઇ રૂડાભાઈ પરમાર (25) રહે. બંને પાડધ્રા વાળાને ઇજાઓ થઈ હોવાથી બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. ત્યાં તેને સારવાર આપીને પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે.




Latest News