મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન


SHARE









મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન

ભારત વિકાસ પરિષદ-મોરબી સંસ્થા અવારનવાર રાષ્ટ્રહિત અને સમાજસેવાનાં કાર્યક્રમો કરતી રહે છે.સંસ્થા દ્રારા દરવર્ષે બાળકોમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના વધુ સુદ્રઢ અને બળવતર બને એ માટે "રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા"નું આયોજન કરવામાં આવે છે.જેમાં દરેક શાળાનાં ધોરણ ૬ થી ૧૨ નાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે અને સમૂહમાં સંસ્થા દ્રારા બનાવેલ “राष्ट्रीय चेतना के स्वर” પુસ્તિકામાંથી દેશભક્તિ ગીત રજૂ કરે છે.આ વર્ષે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૪ aagami તા.૧૧-૮ ને રવિવારનાં રોજ યોજાવા જઈ રહેલ છે.તો આ સ્પર્ધામાં મોરબીની મહત્તમ શાળાઓ ભાગ લે અને રાષ્ટ્રહિતની પ્રવૃતિમાં પોતાનું યોગદાન આપે તે માટે અપીલ કરાયેલ છે.આ સ્પર્ધા શાખા, પ્રાંત અને રાષ્ટ્રીય સ્તરે યોજવામાં આવે છે. સ્પર્ધામાં રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તા.૩૧-૭ છે. સ્પર્ધાનાં નિયમો અને રજીસ્ટ્રેશન ફોર્મ તેમજ અન્ય માહિતી માટે પરેશભાઈ મિયાત્રા (સંયોજક) મો. 99799 60477, વિનુભાઈ મકવાણા (સહસંયોજક),મો. 97233 79171, હિંમતભાઈ મારવણીયા (સચિવ), ડૉ.જયેશભાઈ પનારા (અધ્યક્ષ) નો સંપર્ક કરી શકો છો.તેમ યાદીમાં જણાવેલ છે.




Latest News