મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદમાંથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો: મોરબીના વાઘપર નજીક ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE









હળવદમાંથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો: મોરબીના વાઘપર નજીક ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

હળવદ શહેરમાં રહેતા પરિવારની સગીરાને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપીને તેનું અપહરણ કરવામા આવ્યું છે. જેથી ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા હળવદમાં રહેતા એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અપહરણનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપીને હાલ હળવદના ગ્રીનપાર્કમાં રહેતા જય ભરતભાઈ ગઢવી નામના શખ્સે સગીરાનું અપહરણ કર્યું છે જેથી કરીને સગીરાના પિતા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

યુવાનનું મોત

માળિયા મીયાણા તાલુકાના દેવગઢ ગામનો રહેવાસી ભયલુભાઈ સામતભાઈ સોમાણી (18) નામનો યુવાન ગત તા. 15/7 ના બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં વાઘપર ગામની સીમમાં આવેલ મિનરલ વર્લ્ડ નામના કારખાનામાં ટ્રકની સફાઈ કરતો હતો ત્યારે પાણીની મોટરમાંથી તેને ઈલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો. જેથી તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News