મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લઈને માથું ચગદી નાખતા પત્નીની નજર સામે પતિનું મોત: માતા-દીકરી સારવારમાં


SHARE











મોરબી નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લઈને માથું ચગદી નાખતા પત્નીની નજર સામે પતિનું મોત: માતા-દીકરી સારવારમાં

મોરબીના જુના સાદુળકા ગામ પાસે નેશનલ હાઈવે રોડ ઉપરથી દંપતી તેની બાળકી સાથે બાઈક ઉપર જઈ રહ્યું હતું ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે ખાલી સાઇડમાં તે બાઈકને હડફેટે લીધું હતું અને અકસ્માતનો બનાવ બનેલ હતો ત્યારે બાઈક ઉપર જઈ રહેલા યુવાનનું માથું ટ્રકના પાછળના જોટામાં ચગદાઈ જવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જોકે, મહિલા અને તેની દીકરીને ઇજા થયેલ હતી. જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. અને હાલમાં ઇજા પામેલ મહિલાએ ટ્રક કન્ટેનરના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધાવીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા મીનાબેન મુકેશભાઈ ખાંભડીયા જાતે કોળી (36) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક કન્ટેનર નંબર જીજે 39 ટી 9977 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ તેમના પતિ મુકેશભાઈ ઠાકરશીભાઈ ખાંભડીયાના બાઈક ઉપર તેમની દીકરી પિનલ (3) સાથે મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઈવે રોડ ઉપરથી પોતાના બાઈક નંબર જીજે 3 પીએન 9331 માં જઈ રહ્યા હતા ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે ખાલી સાઈડમાંથી બાઇકને હડફેટે લીધું હતું. અને ફરિયાદીના પતિ બાઈક ઉપરથી નીચે પટકાતા તેઓના માથા ઉપરથી ટ્રકના પાછળના ટાયરનો જોટો ફરી જતા માથું ચગદાઇ જવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જોકે ફરિયાદી મહિલાને માથામાં તથા બંને હાથની કોણીમાં ઈજા થઈ હતી. અને તેની દીકરીને પણ ઇજાઓ થઈ હતી અને અકસ્માત સર્જીને ટ્રક કન્ટેનર વાળો પોતાના વાહનને લઈને ત્યાંથી નાસી ગયો હતો. જેથી ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રક કન્ટેનરના ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
યુવાનનું મોત
મોરબી તાલુકાના બેલા ગામથી ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તા ઉપર આવતા એસ્ટોનીયા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો બનમાલી કોન્ડાલકેલ ઘાંચીરામ કોન્ડાલકેલ (20) નામનો યુવાન કારખાનાના લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે કોઈ પણ કારણોસર બીમારી સબબ તેનું મોત નીપજયું હતું. જેથી કરીને તેના મૃતદેહને સિંધવભાઈ શામજીભાઈ સનુરા મોરબી સિવિલે લઈને આવ્યા હતા. અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News