મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના ટીકર રોડે વાડીના સેઢે આવી ગયેલા ઢોરને બહાર કાઢવાનું કહેતા યુવાન અને તેના ભાઈને બે શખ્સે માર માર્યો


SHARE







હળવદના ટીકર રોડે વાડીના સેઢે આવી ગયેલા ઢોરને બહાર કાઢવાનું કહેતા યુવાન અને તેના ભાઈને બે શખ્સે માર માર્યો

હળવદ તાલુકાના ટીકર રોડ ઉપર આવેલ મંદિર પાસે વાડીના સેઢે ઢોર આવી જતા ઢોરને બહાર કાઢવા માટે યુવાને કહ્યું હતું જે સામે વાળાઓને સારું ન લાગતા ઢોર લઈને આવેલા બે શખ્સોએ વાડીની અંદર પ્રવેશ કર્યો હતો અને યુવાનને ગાળો આપી હતી તેમજ યુવાન અને તેના ભાઈને લાકડી વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલા યુવાને બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના જુના વેગડવાવ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રોનકભાઈ શશીકાંતભાઈ ચાવડા જાતે દલવાડી (21)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાયમલભાઈ રાણાભાઇ ભરવાડ અને મહાદેવભાઇ અરજણભાઈ ભરવાડ રહે. બંને હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું છે કે, હળવદના ટીકર રોડ ઉપર આવેલ મકારી હનુમાનજીના મંદિર પાસે તેઓની વાડીના શેઢે બંને આરોપીઓના ઢોર આવી ગયા હતા જેથી તેને ઢોર બહાર કાઢવા માટે ફરિયાદીએ કહ્યું હતું જે આ બંને શખ્સોને સારું નહીં લાગતા તેને વાડીની અંદર પ્રવેશ કરીને ફરિયાદી યુવાનને ગાળો આપી હતી અને લાકડી વડે તથા ઢીકાપાટુનો માર યુવાન અને તેના ભાઈને માર્યો હતો. જેથી ઈજા પામેલા બંને ભાઈઓને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા મંજુલાબેન નરશીભાઈ નકુમ (77) નામના વૃદ્ધા બાઈકમાં પાછળ બેસીને વજેપરમાં આવેલ રામજી મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે બાઈક ઉપરથી નીચે પડી ગયા હતા જેથી તેને ઈજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યારે તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને બનાવની પ્રાથમિક તપાસ વી.કે.પટેલ દ્વારા કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ હદાણીની વાડીમાં રહેતા સવિતાબેન રાજેશભાઈ કંઝારીયા (38) નામના મહિલા પોતાના ઘર પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને મહિલા બાઇક ઉપરથી નીચે પટકાતા તેઓને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News