મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

ટંકારા-હળવદ તાલુકામાં જુદીજુદી બે ઘટનામાં બે બાળકોને ઝેરી જંતુ કરડી જતાં બંને સારવારમાં


SHARE







ટંકારા-હળવદ તાલુકામાં જુદીજુદી બે ઘટનામાં બે બાળકોને ઝેરી જંતુ કરડી જતાં બંને સારવારમાં

ટંકારા તાલુકાના સરૈયા અને હળવદ તાલુકાના ખોડ ગામની સીમમાં વાડી વિસ્તારમાં બે ઘટનામાં બાળકોને ઝેરી જંતુ કરડી જતાં તેને સારવારમાં માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બંને બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ સ્થાનિક પોલીસને એ ડિવિઝનમાંથી જાણ કરવામાં આવી છે.

મૂળ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના સરૈયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરી કામ કરતા દિનેશભાઈ વાંખલાના બે વર્ષના દીકરા આર્યનને ઝેરી જંતુ કરડી જતાં તેને બેભાન હાલતમાં સારવાર માટે ટંકારાથી મોરબી લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

હળવદ તાલુકાના ખોડ ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા ગંભીરભાઈ આદિવાસીના આઠ વર્ષના દીકરા સુખરામને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે. અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોય આ બનાવની ત્યાં જાણ કરવામાં આવેલ છે

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના અંદરણા ગામે રહેતા સવિતાબેન નાનજીભાઈ સંઘાણી (78) નામના વૃદ્ધા મોરબીના શનાળા રોડે આવેલ ચિત્રકૂટ સોસાયટી પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પૌત્ર સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રસ્તામાં બાઇક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો. જેમાં સવિતાબેનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News