હળવદના ઈશ્વરનગર ગામે જુગારની રેડ: 15,900 ની રોકડ સાથે 6 પકડાયા
હળવદમાં એસટીની બસમાં બેઠેલા મુસાફર પાસેથી પોલીસે 24 બોટલ દારૂ કબજે કર્યો
SHARE
હળવદમાં એસટીની બસમાં બેઠેલા મુસાફર પાસેથી પોલીસે 24 બોટલ દારૂ કબજે કર્યો
ગુજરાતમાં દારૂબંધી હોવાથી દારૂની હેરાફેરી કરવા માટે થઈને જુદા જુદા રસ્તા બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતા હોય છે દરમિયાન હળવદની સરા ચોકડી પાસેથી પસાર થતી એસટી બસમાં મુસાફરની જેમ બેઠેલા શખ્સની પાસે દારૂની 24 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 8,400 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપીની ધરપકડ કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વાહનોમાં ચોરખાના બનાવીને તેમજ વાહનોમાં અન્ય વસ્તુઓની આડમાં દારૂમાં જથ્થાની હેરાફેરી કરવામાં આવતી હોય તેવું અનેક વખત સામે આવ્યું છે આટલું નહીં પરંતુ એસટી બસની અંદરથી પણ ઘણી વખત દારૂના જથ્થા પકડાયા છે તેવી જ રીતે હળવદ શહેરમાં સરા ચોકડી પાસેથી પસાર થઈ રહેલ એસટી બસમાં મુસાફરની જેમ બેઠેલા શખ્સ પાસે દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત આધારે પોલીસે તેને ચેક કર્યો હતો ત્યારે એસટી બસમાં મુસાફરની જેમ બેઠેલા શખ્સ પાસેથી દારૂની 24 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 8,400 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે આરોપી માનવ ઉર્ફે કાનો પ્રવિણભાઇ સોરીયા જાતે પટેલ (21) રહે. ઘૂટું તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી. તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
મોરબીની પંચાસર ચોકડી નજીક ઝૂંપડામાં રહેતા સુશીલાબેન પપ્પુભાઈ નીનામા (40) નામની મહિલા કોઈ કારણોસર પોતે ઘરે હતી ત્યારે ત્યાં ખળમાં નાખવાની દવા પી ગઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે. અને આ બનાવ અંગેની પ્રાથમિક તપાસ એમ.એચ.વાસાણી દ્વારા કરવામાં આવી હતી