મોરબી જેલમાં બંધ કેદીનો વિડીયો વાયરલ થતા ડીવાયએસપી સહિતની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ ચિંતન શિબિરમાં તે વાતનું ચિંતન કરો કે અમારી સરકારમાં જગતનો તાત એમ દુખી છે: મોરબી જિલ્લા કોંગ્રેસના ખેડૂત સંમેલનમાં લલિતભાઈ કગથરાનો સરકારને ટોણો મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો
Breaking news
Morbi Today

હળવદ નજીક કેમિકલ ચોરીના બનાવમાં 63.17 લાખનો મુદામાલ કબજે કર્યો, ફરિયાદ માત્ર 4,830 ની નોંધાઈ !


SHARE





























હળવદ નજીક કેમિકલ ચોરીના બનાવમાં 63.17 લાખનો મુદામાલ કબજે કર્યો, ફરિયાદ માત્ર 4,830 ની નોંધાઈ !

હળવદ શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલ કારખાના પાછળ ટેંકર ઊભું રાખવામા આવ્યું હતું અને તેમાંથી કેમીકલની ચોરી કરતાં હતા ત્યારે એસઓજીની ટીમે ત્યાં રેડ કરીને કુલ 63.17 લાખનો મુદામાલ કબજે કર્યો છે. જો કે, અંધારનો લાભ લઈને ત્રણ શખ્સો નાશી ગયા હતા તે બનાવમાં હાલમાં માત્ર 4830 ના મુદામાલની વિશ્વાસઘાત કરીને ચોરી કરતાં હતા તેવી ફરિયાદ નોંધાયેલ છે.

હળવદ ધ્રાંગધ્રા હાઇવે ઉપર શક્તિનગર ગામ પાસે આવેલ આઈમાતા હોટલ સામે શ્રીહરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આધ્યા શકિત એન્જીનીયરીંગ વર્કસ કારખાનાની પાછળના ભાગે ટેન્કર ઊભું રાખવામા આવ્યું હતું અને તેમાંથી ત્રણ શખ્સો કેમીકલની ચોરી કરી રહ્યા હતા ત્યારે એલસીબીની ટીમે ત્યાં રેઇડ કરી હતી. ત્યારે સ્થળ ઉપર રહેલા ત્રણેય શખ્સો અંધારાનો લાભ લઈ નાશી ગયા હતા જેથી કરીને શકપડતી મિલ્કત તરીકે પોલીસે ત્યથી ટેન્કર નંબર આરજે 12 ડબલ્યુ 9237, બોલેરો ગાડી નંબર જીજે 27 ટીટી 7634, ટેન્કરમાંથી કાઢેલ 1905 લિટર કેમીકલ, ટેન્કરમાં ભરેલ કેમીકલ 30,700 લિટર, એક મોબાઇલ ફોન અને અન્ય સાધનો મળીને કુલ 63,17,702 નો મુદામાલ કબજે કર્યો હતો.

જે બનાવમાં હાલમાં ગાંધીધામના કીડાણા ગામે હરિઓમ સોસાયટીમાં રહેતા લલીતભાઈ સાંઈબાબા બીરારીસ જાતે પાટીલ (32)એ હળવદ પોલીસ સ્ટેશને ટેન્કર નં GJ 12 BW 9237 નો ડ્રાઇવર ઇમરાન મહેંદીહસન અને બોલેરો પીકઅપ નં GJ 27 TT 7634 ના ચાલક તેમજ એક અજાણ્યો ઇસમ આમ ત્રણ સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ નજીક શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમા આધ્યા શક્તિ એન્જીનીયરીંગ વર્કસ કારખાનાની પાછળના ભાગે ટેન્કરને ઊભું રાખીને તેમાંથી એનાલીન કેમીકલ જે ખુબ જ જોખમકારક છે. તે કેમીકલની વાસ વધુ માત્રામા જો શ્વાસ મા ભળી જાય તો પણ માણસનુ મ્રુત્યુ થઈ શકે તેવુ જાણતા હોવા છતા પણ ટેન્કરનું શીલ તોડીને બોલેરો પીકઅપમાં રાખવામા આવેલ 35 લીટરની ક્ષમતા વાળા 1 કેરબામા 4,830 ની કિમતનું કેમિકલ કાઢીને વિશ્વાઘાત કર્યો છે જેથી કરીને હળવદ તાલુકા પોલીસ સ્ટેશને બી.એન.એસ. કલમ ૩૧૬(૩), ૧૧૦, ૫૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
















Latest News