મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના રણમલપુર-સુંદરગઢમાં જુગારની ચાર રેડ: 82,230 ની રોકડ સાથે 20 શખ્સની ધરપકડ


SHARE







હળવદના રણમલપુર-સુંદરગઢમાં જુગારની ચાર રેડ: 82,230 ની રોકડ સાથે 20 શખ્સની ધરપકડ

હળવદ તાલુકાના રણમલપુર અને સુંદરગઢ ગામમાં જુદી જુદી ચાર જગ્યા ઉપર પોલીસે જુગારની ચાર રેડ કરી હતી. ત્યારે સ્થળ ઉપરથી કુલ મળીને 20 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે તેની પાસેથી 82,230 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે જુગારના ચાર ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના રણમલપુર ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી નાગરભાઈ જાદુભાઈ વિરાણી (42), મહેશભાઈ જયંતીભાઈ પારેજીયા (30), ઉમેશભાઈ જયંતીભાઈ દવે (30), ઘનશ્યામભાઈ ધીરુભાઈ વિરાણી (41), વાસુદેવભાઈ જસરાજભાઈ વરમોરા (53) અને રાજેશભાઈ શામજીભાઈ વરમોરા (49) રહે. બધા રણમલપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 17,060 ની રોકડ કબજે કરી હતી.

 જ્યારે જુગારની બીજી રેડ હળવદ તાલુકાના સુંદરગઢ ગામે જાહેરમાં કરી હતી ત્યારે જુગાર રમતા આઠ શખ્સો મળી આવ્યા હતા જેમાં ઘનશ્યામભાઈ પ્રભુભાઈ પરમાર (35), બળદેવભાઈ ગોગજીભાઈ ડાભી (30), રાજેશભાઈ છેલાભાઈ ગીગોરા (32), નાજાભાઇ રાણાભાઇ ગીગોરા (54), રમેશભાઈ કરણભાઈ લીલાપરા (50), મુકેશભાઈ જગાભાઈ ચરમારી (44), ભરતભાઈ કાળુભાઈ ખાંભડીયા (38) અને દશરથભાઈ કમાભાઈ લીલાપરા (48) રહે. બધા નવા સુંદરગઢ વાળાનો સમાવેશ થાય છે અને પોલીસે તેની પાસેથી 16,440 ની રોકડ કબજે કરી હતી

તો જુગારની ત્રીજી રેડ હળવદ તાલુકાના રણમલપુર ગામે શક્તિભાઈ ભોરણીયાની વાડીની બાજુમાં કરવામાં આવી હતી. ત્યારે ત્યાં જાહેરમાં જુગાર રમતા શક્તિભાઈ કરસનભાઈ ભોરણીયા (25),  અશોકભાઈ ધનજીભાઈ આદ્રોજા (42), નિલેશભાઈ ઘનશ્યામભાઈ ત્રેટીયા (32) અને બાબુભાઈ કાનજીભાઈ પાટડીયા (45) રહે. બધા રણમલપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 45,230 ની રોકડ કબજે કરી હતી અને ચોથી રેડ સુંદરગઢ ગામની સીમમાં પાંડાતીર્થ તરફ જવાના રસ્તા ઉપર મંદિરની બહાર કરી હતી ત્યારે જુદા જુદા ચિત્રો વાળા બેનર રાખીને હાર જીતનો જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા જેથી પોલીસે રમજાનભાઈ ઉસ્માનભાઈ મકરાણી (31) રહે. સોની તલાવડી ઝાલા રોડ ધાંગધ્રા અને બળદેવભાઈ ગોગજીભાઈ ડાભી (31) રહે નવા સુંદરગઢ ગામ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 3,500 ની રોકડ કબજે કરી હતી. આમ પોલીસે હળવદ તાલુકામાં જુગારની ચાર રેડ કરીને 20 શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા






Latest News