મોરબીના ત્રાજપરમાં બે અને લાયન્સનગરમાં એક જુગારની રેડ: 6 મહિલા સહિત 11 વ્યક્તિઓ પકડાયા
હળવદના કુંભારપરામાં મકાનમાંથી દારૂની 49 બોટલ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
SHARE
હળવદના કુંભારપરામાં મકાનમાંથી દારૂની 49 બોટલ સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
હળવદના કુંભારપરામાં મકાનમાં દારૂનો જથ્થો હોવા હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યાર ઘરના બાથરૂમમાંથી દારૂની 49 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 24,250 ના મુદામાલ સાથે ઘરધણીની ધરપકડ કરેલ છે અને ધ્રાંગધ્રાના એક શખ્સનું નામ સામે આવ્યું છે જેથી તેને પકડવા તજવીજ ચાલી રહી છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદના કુંભારપરા વિસ્તારમાં રહેતા મુકેશ મુંધવાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે આરોપીના ઘરે આવેલ બાથરૂમમાંથી દારૂની જુદી જુદી 49 બોટલો મળી આવી હતી. જેથી કરીને પોલીસે 24,250 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ઘરમાંથી આરોપી મુકેશ પૂર્વે બુટ્ટી રાણાભાઇ મુંધવા 28 રહે. કુંભારપરા હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રવિભાઈ ચૌહાણ રહે ધાંગધ્રા વાળાનું નામ સામે આવ્યું હોય આ બંને શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને રવિભાઈ ચૌહાણને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે
એક બોટલ દારૂ
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ ઓમ કોમ્પ્લેક્સ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો. ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,000 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે અર્જુનસિંહ હરીસિંહ રાઠોડ 27 રહે. પાંજરાપોળની પાછળ ખડીયાવાસ લીલાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
યુવાનનું મોત
મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના બેલા ગામે મોતીભાઈ રબારીના મકાનમાં રહેતો અને મજૂરી કામ કરતો કનુભાઈ બાબુભાઈ મુંડા 22 નામનો યુવાન છેલ્લા બે દિવસથી બીમાર હોય અને બીમારી સબબ તેનું ઘરમાં મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.