મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

રક્ષા બંધન પૂર્વે કરૂણાંતિકા: હળવદમાં સ્કૂલેથી ઘરે જતા ભાઈ બહેનના સ્કૂટરને ટ્રેક્ટર ટ્રોલીના ચાલકે હડફેટે લેતા બહેનની નજર સામે ભાઈનું મોત


SHARE













રક્ષા બંધન પૂર્વે કરૂણાંતિકા: હળવદમાં સ્કૂલેથી ઘરે જતા ભાઈ બહેનના સ્કૂટરને ટ્રેક્ટર ટ્રોલીના ચાલકે હડફેટે લેતા બહેનની નજર સામે ભાઈનું મોત

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા યુવાનનો દીકરો અને દીકરી સ્કુલેથી સ્કૂટર ઉપર પરત પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે ટ્રેક્ટરની ટ્રોલી નોંધ ધક્કો લાગતા અકસ્માત થયો હતો અને તેમાં યુવાનીની દીકરી રોડ સાઈડમાં નીચે પડી ગઈ હતી અને તેનો નવ વર્ષનો દીકરો ટ્રેક્ટરની સાઈડમાં પડતા ટ્રેક્ટરની ટ્રોલી નું વ્હીલ તેના ઉપરથી ફરી જતા ચગદાઈ જવાના કારણે તે નવ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને ટ્રેક્ટર ટ્રોલીનો ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાશી ગયો હતો હાલમાં ભોગ બનેલા બાળકના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રેક્ટર ટોલીના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 

બનાવની જાણવા મળત માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે રહેતા ભાવેશભાઈ લાભશંકરભાઈ જોશી (40) એ હાલમાં ટ્રેક્ટર ટ્રોલી નંબર જીજે 13 સીસી 9420 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદ સરા રોડ ઉપર સરા નાકાથી આગળ આવેલ માતાજીના મંદિર પાસેથી તેઓની દીકરી સ્કૂટર નંબર જીજે 36 પી 1222 લઈને પસાર થઈ રહી હતી ત્યારે તેની પાછળના ભાગે ફરિયાદી નો દીકરો ખુશાલ ભાવેશભાઈ જોષી (9) બેઠેલો હતો અને ત્યારે ટ્રેક્ટર ટ્રોલી નો ધક્કો લાગતા અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીની દીકરી રોડ સાઈડમાં નીચેના ભાગમાં પટકાઈ હતી જોકે સ્કૂટરમાં પાછળના ભાગે બેઠેલ તેનો દીકરો ટ્રેક્ટર સાઈડમાં નીચે ભટકાતા તેના શરીર ઉપર થી ટ્રેક્ટરનું તોતિંગ વ્હીલ ફરી જતા ટ્રેક્ટર નીચે ચગદાઈ જવાના કારણે નવ વર્ષના માસુમ બાળકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ટ્રેક્ટર ટ્રોલીનો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો હાલમાં ભોગ બનેલા બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વધુમાં ભોગ બનેલા બાળકના પિતા ભાવેશભાઈ જોશી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમની દીકરી હળવદમાં આવેલ વિવેકાનંદ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેનો દીકરો હળવદમાં આવેલ બ્રિલિયન્ટ સ્કૂલ ખાતે અભ્યાસ કરતો હતો તે બંને સ્કૂલેથી તા 17/8 નૈ રોજ બપોરે ત્રણ વાગ્યે પરત આવી રહ્યા હતા ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો અને ટ્રેક્ટર ટ્રોલીના ચાલકે તેના દીકરા ખુશાલને ટ્રેક્ટરના ટાયર નીચે ચગદી નાખતા તેનું મોત નીપજ્યું હતું હાલમાં અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News