હળવદના ઇંગોરાળા-કેદારીયા ગામે જુગારની બે રેડ: 12 શખ્સ પકડાયા, 4 નાશી ગયા !
SHARE
હળવદના ઇંગોરાળા-કેદારીયા ગામે જુગારની બે રેડ: 12 શખ્સ પકડાયા, 4 નાશી ગયા !
હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સીમમાં અને કેદારીયા ગામે જુગારની બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને 12 શખ્સોને જુગાર રમતા પકડવામાં આવેલ છે અને ઇંગોરાળા ગામે રેડ દરમ્યાન નાશી ગયેલા ચાર શખ્સોને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે.
હળવદ તાલુકાના ઇંગોરાળા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાનું હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખસોમાં નાશભાગ મચી ગયેલ હતી અને ત્યારે પોલીસે સ્થળ ઉપરથી ગોરધનભાઇ ઠાકરશીભાઇ ચાવડા (42) રહે. નવા અમરાપર, રમેશભાઇ પોપટભાઇ માલકીયા (50) રહે. પંચમુખી ઢોરો હળવદ, ઘનશ્યામભાઇ મેલાભાઈ માલકીયા (36) રહે. ઇંગોરાળા, વિક્રમભાઈ મેરાભાઈ માલકીયા (44) રહે. ઇંગોરાળા અને નિતેશભાઈ નથુભાઈ પટેલ (50) ઇંગોરાળા વાળાની 21,200 ની રોકડ સાથે ધરપકડ કરી હતી જો કે પોલીસને જોઈને નાશી ગયેલા શખ્સોમાં શંભુ વરસંગભાઇ કોળી રહે. ઇંગોરાળા, હરેશભાઈ ડાયાભાઇ દલવાડી રહે. પ્રકાશનગર, અશ્વીનભાઇ કાનજીભાઈ દલવાડી રહે. પ્રકાશનગર, અને વિનોદભાઇ બચુભાઇ રહે. ગણેશપુર વાળાનો સમાવેશ થયે છે આ તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે અને નાશી ગયેલા ચાર શખ્સોને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
જયારે જુગારની બીજી રેડ હળવદ તાલુકાના કેદારીયા ગામે કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડ 32,600 કબજે કર્યા હતા અને જુગારની રેડ કરી હતી ત્યારે ધનશ્યામભાઇ ભગાભાઇ પરસોંડા (35), ચોથાભાઈ અખાભાઇ શિહોરા (45), ધિરુભાઇ દેવશીભાઇ શિહોરા (56), યોગેશકુમાર ભાવુભાઈ શિહોરા (31), વાસુદેવભાઇ મેરુભાઈ મજેઠીયા (39), કાનજીભાઈ રઘાભાઈ થરેશા (45) અને રઘુભાઇ અણદાભાઇ શિહોરા (38) રહે. બધા જ કેદારીયા વાળા ઝડપાયા હતા જેથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયેલ છે આમ જુગારની બે રેડ પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.