મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે પંચવટી સોસાયટી-હાઉસિંગ બોર્ડમાંથી બે યુવતી ગુમ


SHARE









મોરબીના શનાળા રોડે પંચવટી સોસાયટી-હાઉસિંગ બોર્ડમાંથી બે યુવતી ગુમ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટી તથા ગુજરાત હાઉસિંગ બોર્ડમાંથી બે યુવતીઓ ગુમ થયેલ છે જેથી કરીને તેના પરિવાર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદો આપવામાં આવી છે જેથી કરીને હાલમાં પોલીસે ગુમ થયેલ બંને યુવતીઓને શોધવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ છોટાલાલના પેટ્રોલ પંપ પાસે હનુમાનજીના મંદિરની પાછળના ભાગમાં હાઉસિંગ બોર્ડમાં રહેતા ચંદ્રેશભાઇ સોનીની દીકરી જાનકીબેન ચંદ્રેશભાઇ સોની જાતે નેપાળી (20) ગત તા. 13/8 ના રોજ સવારના 9:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યા બાદ પરત આવેલ નથી અને ગુમ થયેલ છે જેથી ગુમ થયેલ યુવતીના ભાઈ સુરેશભાઈ ચંદ્રેશભાઇ સોની (37) રહે. હાઉસિંગ બોર્ડ મોરબી વાળાએ તેની બહેન ગુમ થઈ હોવા અંગેની ગુમસુધા ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છ

આવી જ રીતે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં નવયુગ સ્કૂલની બાજુમાં રહેતા રમેશભાઈ હિરજીભાઈ પીપલોજપરા (52)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી ગુમ થઇ હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેવી દીકરી પાયલ રમેશભાઈ પીપલોજપરા (19) ગત તા. 13/8 ના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર જતી રહી છે અને ગુમ થઈ ગયેલ છે અને હજુ સુધી તેનો કોઈ જગ્યાએથી પતો લાગે નથી. જેથી કરીને પોલીસે ગુમસુધા ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે




Latest News