હળવદના શિરોહી ગામે સરકારી ખરાબમાં આવેલ વાડીમાં ટ્રેક્ટર ફેરવી નાખીને ચણા-જીરૂના પાકમાં કર્યું નુકસાન, યુવાનના માતા, કાકી અને ભાભીને આપી જાનથી મારી નાખવાની ધમકી: 14 સામે ફરિયાદ
SHARE
હળવદના શિરોહી ગામે સરકારી ખરાબમાં આવેલ વાડીમાં ટ્રેક્ટર ફેરવી નાખીને ચણા-જીરૂના પાકમાં કર્યું નુકસાન, યુવાનના માતા, કાકી અને ભાભીને આપી જાનથી મારી નાખવાની ધમકી: 14 સામે ફરિયાદ
હળવદ તાલુકાના સિરોઇ ગામે સરકારી જમીનમાં આવેલ વાડીમાં ગેરકાયદેસર 14 જેટલા શખ્સોએ પ્રવેશ કર્યો હતો અને ત્યાં ટ્રેક્ટરની દાંતી ફેરવીને ચણા અને જીરૂના ઉભા પાકવા નુકસાન કર્યું હતું આટલું નહીં પરંતુ યુવાનના માતા, કાકી અને ભાભીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
હળવદ તાલુકાના નવી શિરોઇ ગામે રહેતા લાખાજી અમરશીભાઈ પંચાસરા (37)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિપાલસિંહ વનરાજસિંહ જાડેજા, વનરાજસિંહ ગેલુભા જાડેજા, ધનવીરસિંહ વનરાજસિંહ જાડેજા, યશપાલસિંહ મયુરસિંહ જાડેજા, લકીરાજસિંહ બટુકસિંહ જાડેજા, મહાદેવભાઇ માનસિંગભાઈ પંચાસરા, વેરસી મહાદેવભાઈ પંચાસરા, દેવરાજ મહાદેવભાઇ પંચાસરા, ઇન્દ્રસિંહ રવુભા જાડેજા, પ્રતિપાલસિંહ પ્રવિણસિંહ જાડેજા, શિવરાજ મહાદેવભાઇ પંચાસરા, વનરાજસિંહ કિરીટસિંહ જાડેજા, જીવરાજ મહાદેવભાઇ પંચાસરા અને યશપાલસિંહ રાજભા જાડેજા રહે બધા શિરોઈ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, શિરોઇ ગામની સીમમાં સરકારી ખરણામાં સખી નામનું ખેતર જેના સર્વે નંબર 224 ની સરકારી પડતર જમીનમાં આરોપીઓ ગેરકાયદેસર મંડળી બનાવીને આવ્યા હતા અને ફરિયાદીના કબજા વાળી સરકારી વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને ત્યાં ચણા તથા જીરુંના પાકમાં ટ્રેક્ટરની દાંતી ચલાવીને એક લાખથી વધુનું ફરિયાદીને નુકસાન કર્યું છે તેમજ ફરિયાદીના માતા, કાકી અને ભાભીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં 14 શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે