મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા પશુપાલકોની મુશ્કેલીઓ દૂર કરવા મુખ્યમંત્રીને 10 મુદ્દાની કરાઇ રજૂઆત
મોરબીની માળિયા વનાળિયા સોસાયટીના મેઇન રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવા ભાજપના આગેવાનની માંગ
SHARE
મોરબીની માળિયા વનાળિયા સોસાયટીના મેઇન રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવા ભાજપના આગેવાનની માંગ
મોરબીની માળિયા વનાળિયા સોસાયટી પાસે રસ્તા ઉપરથી બાઈક, કાર અને ભારે વાહનો ફુલ સ્પીડમાં નીકળતા હોય છે અને ત્યાં રોડની બાજુમાં જ આંગણવાડી આવેલી છે જેથી કરીને અકસ્માત સર્જાય તેવી શક્યતાઓ છે માટે મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ દ્વારા આ બાબતે કમિશનરને રજૂઆત કરીને રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરવામાં આવી છે
મોરબી જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ મહેશભાઈ સોલંકી દ્વારા હાલમાં મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને વોર્ડ નં-4 માં સ્પીડ બ્રેકર મુકવા માટેની માંગ કરવામાં આવી છે હાલમાં જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે માળિયા વનાળીયા સોસાયટી મેઇન રોડ ઉપરથી વાહનો ખૂબ જ સ્પીડમાં નીકળતા હોય છે અને બાઇક, ફોરવીલ અને ભારે વાહનો ત્યાંથી આખો દિવસ નીકળે છે જેથી ગમે ત્યારે અકસ્માત સર્જાય તેમ છે અને ખાસ કરીને ત્યાં રોડની બાજુમાં આંગણવાડી આવેલ છે તેમજ બાળકો રોડની બાજુમાં રમતા હોય છે જેથી બાળકો, માહિલા કે વૃદ્ધ અકસ્માતનો ભોગ બને તે પહેલા રસ્તા ઉપર સ્પીડ બ્રેકર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે