નાથદ્વારા સુધીની પદયાત્રાએ નીકળેલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની મોરબી જીલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયાના આશીર્વાદ લીધા વાંકાનેરના વાલાસણ ગામની સીમમાં વાડીના મકાનમાંથી 20.17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં છોકરાની રમવાની બાબતમાં મોટા વચ્ચે બઘડાટી બોલી ગઈ, મહિલાને ચાર વ્યક્તિઓએ માર મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ વાંકાનેરના કેરાળા ગામે રહેતા યુવાનનો મોબાઇલ ફોન હેક કરીને અજાણ્યા શખ્સે 98000 નું કર્યું ટ્રાન્જેક્શન ! ટંકારાના સરાયા ગામની સીમમાંથી સોલાર પેનલમાં લગાવવામાં આવેલ 1.80 લાખના કોપર વાયરની ચોરી મોરબીના પીપળીયા નજીક કુદરતી હાજતે ગયેલ યુવાન પાણીના ખાડામાં ડૂબી જતા મોત હળવદના શિરોહી ગામે સરકારી ખરાબમાં આવેલ વાડીમાં ટ્રેક્ટર ફેરવી નાખીને ચણા-જીરૂના પાકમાં કર્યું નુકસાન, યુવાનના માતા, કાકી અને ભાભીને આપી જાનથી મારી નાખવાની ધમકી: 14 સામે ફરિયાદ વાંકાનેરની દ્વારકાનગરી સોસાયટીમાં રહેતા શખ્સના ઘરમાંથી 693 ગ્રામ અફીણનો જથ્થો ઝડપાયો, 3.56 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

નાથદ્વારા સુધીની પદયાત્રાએ નીકળેલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની મોરબી જીલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયાના આશીર્વાદ લીધા


SHARE











































નાથદ્વારા સુધીની પદયાત્રાએ નીકળેલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની મોરબી જીલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયાના આશીર્વાદ લીધા

સહકારી ક્ષેત્રના યુવા આગેવાન અને જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા હાલમાં તેઓના પરિવાર સાથે જામકંડોરણાથી શ્રીનાથજી (નાથદ્વારા) સુધીની પદયાત્રાએ નીકળ્યા છે ત્યારે રસ્તામાં જુદીજુદી જગ્યાએ તેઓનું સહકારી ક્ષેત્રના આગેવાનો સહિતના લોકો દ્વારા અને ખાસ કરીને તેઓના ચાહકો દ્વારા સ્વાગત સન્માન કરવ આમાં આવે છે ત્યારે મોરબી જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવીયા તેમજ અનેક આગેવાનો જયેશભાઈ રાદડિયાને સુરેન્દ્રનગર જિલ્લાના મુળી ખાતે સ્વામિનારાયણ મંદિરે સ્વાગત સન્માન માટે ગયા હતા ત્યારે જયેશભાઈ રાદડિયાએ સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવીયાના આશીર્વાદ લીધા હતા ઉલેખનીય છેકે, જયેશભાઇ રાદડીયાના પિતા સ્વ. વિઠ્ઠલભાઈ રાડદિયા અને મગનભાઇ વડાવીયા બંને વર્ષો જૂના સહકારી ક્ષેત્રના આગેવાન છે અને ખાસ કરીને તે બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી અને તેઓના પરિવાર વચ્ચે પરિવારિક સબંધો પણ હતા જેને આજની તારીખે પણ જયેશભાઇ રાદડીયાએ જાળવી રાખ્યા છે ત્યારે પિતાના ખાસ મિત્ર અને પિતા તુલ્ય મગનભાઇ વડાવિયા જયારે જયેશભાઇ રાદડીયાનું સ્વાગત સન્માન કરવા માટે ગયા હતા ત્યારે જયેશભાઇ રાદડીયાએ તેઓને પગે લાગીને તેઓના આશીર્વાદ લીધા હતા ત્યારે મગનભાઇએ પણ પરિવારના મોભીની જેમ જયેશભાઇ રાદડીયાને આશીર્વાદ આપીને હુંફ આપી હતી.




















Latest News