મોરબીમાં છોકરાની રમવાની બાબતમાં મોટા વચ્ચે બઘડાટી બોલી ગઈ, મહિલાને ચાર વ્યક્તિઓએ માર મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ
SHARE
મોરબીમાં છોકરાની રમવાની બાબતમાં મોટા વચ્ચે બઘડાટી બોલી ગઈ, મહિલાને ચાર વ્યક્તિઓએ માર મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર હનુમાન મંદિર વાળી શેરીમાં રહેતી મહિલાના દીકરાને ત્યાં રહેતા અન્ય બાળક સાથે રમવા બાબતે બોલાચાલી-ઝઘડો થયો હતો જેથી કરીને મહિલાનો દીકરો સામેવાળાના ઘરે ફરિયાદ કરવા માટે ગયો હતો ત્યારે તેનો હાથ મકોડી નાખ્યો હતો જેથી મહિલા સમજાવવા માટે ગઈ હતી ત્યારે ત્રણ મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ દ્વારા બોલાચાલી ઝઘડો કરીને ગાળો આપીને મહિલાને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગળુ પકડીને નખોરીયા મારવામાં આવ્યા હતા અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરેલ છે જેથી ભોગ બનેલ મહિલાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મૂળ ટંકારા તાલુકાના મોટા રામપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ ગાયત્રીનગરમાં રહેતા લક્ષ્મીબેન હીરાભાઈ ચૌહાણ (30)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દીનાબેન મુન્નાભાઈ નિમાવત, પ્રિયાબેન ઉર્ફે પીયુ મુન્નાભાઈ નિમાવત, ભૂમિબેન મુન્નાભાઈ નિમાવત અને પ્રતીકભાઈ રહે બધા ગાયત્રી નગર હનુમાન મંદિર વાળી શેરી વાવડી રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદીનો દીકરો મિલન (7) અને પ્રિન્સ વચ્ચે ગત તારીખ 27/11 ના રોજ રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં રમવા બાબતે ઝઘડો થયો હતો જેથી ફરિયાદીને દીકરો મિલન સામે વાળાના ઘરે ફરિયાદ કરવા પ્રિન્સના ઘરે ગયો હતો ત્યારે પ્રિયાબેનને મિલનનો હાથ મચકોડી નાખેલ જેથી ફરિયાદી પ્રિન્સના ઘરે તેના પરિવારને સમજાવવા માટે થઈને ગયા હતા ત્યારે ચારેય આરોપીઓએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી હતી અને પ્રિયાબેને ફરિયાદીના વાળ તથા ગળું પકડીને ગળામાં તથા બંને હાથમાં નખોરિયા ભરેલ હતા અને આરોપી દીનાબેન, ભૂમિબેન અને પ્રતિકભાઈએ ફરિયાદીને ઢિકા પાટુનો માર માર્યો હતો તથા જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહ્યા હતા જેથી કરીને આ બનાવ સંદર્ભે ભોગ બનેલ મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે