મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત ટંકારાના લજાઈ હડમતીયા રોડે કારખાનામાં થયેલ યુવાનની હત્યાના બનાવમાં ગુનો નોંધાયો ટંકારાના ઓટાળા ગામે સરકારી જમીનમાં મંદિર બનાવતી મહિલાને દંપતીએ માર માર્યો મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: નીચી માંડલ પાસે કારખાનાની કોલોનીમાં ઉપરથી  સમાન સાથે નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત વાંકાનેર નજીક કારખાનામાં શોર્ટ લગતા યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં બીમારી સબબ બેભાન થઈ ગયેલ તરુણનું મોત મોરબીમાં 10,224 બોટલ દારૂ-બિયરનું કટિંગ થાય તે પહેલા જ એલસીબી ત્રાટકી, 81.11 લાખનો મુદ્દામાલ કબજે, માલ મોકલાવનાર- મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના યમુનાનગરમાં ઘરમાંથી દારૂની 6 બોટલ સાથે એક પકડાયો


SHARE







મોરબીના યમુનાનગરમાં ઘરમાંથી દારૂની 6 બોટલ સાથે એક પકડાયો

મોરબીના નવલાખી રોડ પર આવેલ યમુનાનગર વિસ્તારમાં રહેતા શખ્સના ઘરની અંદર દારૂનો જથ્થો હોવા અંગેની હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી છ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી છે અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર વિસ્તારમાં રહેતા નિલેશ નિમાવતના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1,800 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી નિલેશ હસમુખભાઈ નિમાવત (28) રહે. યમુનાનગર શેરી નં-6 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તેની પોલીસ દ્વારા આગળની તપાસ કરવી છે.

વાંકાનેર જુગાર

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ દ્વારકાધીશ હોટલ પાસે જાહેરમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા હતા ત્યારે ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી અર્જુનભાઈ રાજુભાઈ સોલંકી (26) રહે. હુડકો ચોકડી આશાપુરા શેરી નં- 16 રાજકોટ અને દશરથભાઈ તલાભાઈ સનોરા (26) રહે સુરેલ તાલુકો પાટડીવાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 600 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.




Latest News