મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

હળવદ-ટીકર-જુના ઘાંટીલાને જોડતા વિલેજ બ્રીજ ઉપર વાહન વ્યવહાર બંધ


SHARE





હળવદ-ટીકર-જુના ઘાંટીલાને જોડતા વિલેજ બ્રીજ ઉપર વાહન વ્યવહાર બંધ

હળવદ તાલુકામાં આવેલ માળીયા શાખા નહેરની સાંકળ ૯૭.૬૬૧ કિ.મી. પર આવેલ હળવદ- ટીકર- જુના ઘાંટીલાને જોડતો MDRB (વિલેજ બ્રીજ) સ્ટ્રકચરની મરામતની કામગીરી આગામી ૬ મહિના સુધી ચાલુ રહેશે. તેથી આગામી તા.૧૩-૦૧-૨૦૨૫ સુધી વાહન વ્યવહાર બંધ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર, હળવદ તાલુકામાં માળીયા શાખા નહેરની સાંકળ ૯૭.૬૬૧ કિ.મી. પર આવેલો હળવદ- ટીકર- જુના ઘાંટીલાને જોડતો MDRB (વિલેજ બ્રીજ) ઉપરથી અત્યારે વાહનોની અવર- જવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે નાળાથી ૬૦૦ મીટર દુર પૂર્વ તરફ નવી ટીકર તેમજ જુના ઘાંટીલા જવા માટેના બીજા રસ્તાનો ઉપયોગ કરવા તેમજ રીપેરીંગવાળા નાળાથી ૬૦૦ મીટર દુર પશ્વિમ તરફ ટીકરથી નવા ઘાંટીલા જવાના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે. આ જાહેરનામું તારીખ ૧૩- ૦૧-૨૦૨૫ સુધી અમલમાં રહેશે.




Latest News