મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાંથી અપહરણ કરાયેલ બાળક સાથે આરોપી રાજકોટ નજીક વાડીમાંથી ઝડપાયો


SHARE













મોરબી તાલુકામાંથી અપહરણ કરાયેલ બાળક સાથે આરોપી રાજકોટ નજીક વાડીમાંથી ઝડપાયો

મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા એમપીના યુવાનના દીકરાનું કોઈ કારણોસર અપહરણ કરવામાં આવ્યું છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે બાળકને શોધવા માટે અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના નાગલપર ગામની સીમમાં આવેલ ભાવેશભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કમલ ભારસિંઘ સોલંકી (32) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બબલુ પ્રકાશ નીનામા રહે. હાલ રાજપર ગામની સીમવાળાની સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, આરોપી બબલુ નીનામા અગાઉ તેની સાથે મજૂરી કામ કરતો હતો અને તે ફરિયાદીના 13 વર્ષના દીકરા શિવા કમલભાઈ સોલંકીનું અપહરણ કરીને લઈ ગયેલ છે જેથી ભોગ બનેલ બાળકને શોધવા માટે અને આરોપીને પકડવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી.

મોરબી તાલુકાનાં પીઆઇ એન.આર મકવાણાની સૂચના મુજબ તપાસનીસ અધિકારી પીએસઆઇ ડી.ડી.જોગેલા અને તેની ટિમ કામ કરી રહી હતી તેવામાં ભોગ બનનાર તથા આરોપી રાજકોટ શહેર પાસેના નવાગામની સીમમાં રવિભાઇ ડાંગરની વાડીએ છે તેવી માહિતી મળી હતી. જેથી ત્યાં તપાસ કરતા ભોગ બનનાર તથા આરોપી મળી આવ્યા હતા જેથી તેને હસ્તગત કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લઈને આવ્યા હતા અને ભોગ બનનાર બાળકને તેના પરીવારને સોંપી દેવામાં આવ્યો હતો અને આરોપી બબાલુભાઇ ઉર્ફે લખન પ્રકાશભાઇ નિનામા જાતે અનુ. જાતી (27) રહે. હાલ રાજપર ગામની સીમ ગોશાળા સામે બાલુકાકાની વાડીએ મોરબી મુળ ખરાખરજી ગામ એમપી વાળાની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. 






Latest News