મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી કારમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌરક્ષકોએ બચાવ્યો: ત્રણની ધરપકડ


SHARE













મોરબી નજીકથી કારમાં કતલખાને લઈ જવાતા પાડાને ગૌરક્ષકોએ બચાવ્યો: ત્રણની ધરપકડ

મોરબી હળવદ રોડ ઉપર આવેલ આંદરણા અને નીચી માંડલ ગામ વચ્ચેથી ઇકો ગાડી પસાર થઈ રહી હતી જે ગાડીને ગૌરક્ષકોએ રોકી હતી અને તે ગાડીને ચેક કરી હતી ત્યારે તેમાં એક પાડાને કતલખાને લઈ જતા હોય તેવું જોવા મળ્યું હતું જેથી કરીને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સો સામે ગૌરક્ષકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને ત્રણને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ગૌરક્ષક ટીમ તેમજ મોરબી હિન્દુ યુવા વાહિનીની ટીમને બાતમી હતી કે, હળવદ તરફથી મોરબી તરફ એક ફોરવીલ કારમાં કસાઇ દ્વારા અબોલ પશુને કતલ માટે લઈ જવામાં આવે છે જેથી કરીને મોરબીના ગૌરક્ષકો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને વહેલી સવારે પાંચેક વાગ્યાની આસપાસમાં હળવદ બાજુથી મોરબી તરફ ઇકો ગાડી આવી રહી હતી જેનો પીછો કરીને તે ગાડીને રોકાવી હતી અને પોલીસને જાણ કરી હતી ત્યાર બાદ ઇકો કાર નંબર જીજે 36 એફએ 1066 ને નીચી માંડલ ગામ પાસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાં દોરડા વડે ક્રુરતાપુર્વક મોઢું અને પગ બાંધીને એક પાડાને કતલખાને લઈ જતાં હોય તેવું જોવા મળ્યું હતું.

આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કમલેશભાઈ રૂંજાએ ભુદરભાઈ બાલુભાઈ સલાટ (27), માલદેવ ભગતભાઈ મદારી (22) અને ગેલાભાઈ સેલુભાઈ ઘેરા (28) રહે. બધા કવાડિયાના પાટીયા પાસે હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ગૌરક્ષક કમલેશભાઈ રૂંજા (અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ-દિલ્હી, ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી હિન્દુ યુવા વાહિની અને મોરબી જિલ્લા વિહીપ પ્રમુખ) તેમજ તેમની સાથેના ભાવિનભાઈ, હિતરાજસિંહ પરમાર, ચેતનભાઇ પાટડીયા, જય કિશનભાઇ અવાડિયા દ્વારા કરવામાં આવી હતી. અને એનિમલ વેરફેર ગુજરાતના ચેરમેન દિલીપભાઈ શાહના માર્ગદર્શનમાં આ કામગીરી કરી હતી.






Latest News