મોરબીમાંથી વિરમગામ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ચાર માસથી ફરાર આરોપી પકડાયો
SHARE
મોરબીમાંથી વિરમગામ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ચાર માસથી ફરાર આરોપી પકડાયો
તાજેતરમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાતએ નાસતા ફરતા આરોપીઓને પકડવા સમગ્ર રાજયમાં ડ્રાઇવ રાખેલ હોય જે અનુસંધાને મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.બી.ડાભીને સુચના કરેલ હતી જે અન્વયે સ્ટાફના વિક્રમસિંહ બોરાણા તથા સહદેવસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી કિશનભાઇ બાબુભાઇ માલણ રાજગોર (ઉમર ૨૯) રહે. વાંકાનેર ભાટીયા સોસાયટી ભુતનાથ મંદિરની બાજુમાં તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ ગારીડા તા.વાંકાનેરને વાંકાનેર ખાતેથી પકડી પાડીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપી આગળની ઘટીત કાર્યવાહી કરવા વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી પકડાયેલ આરોપી છેલ્લા ચાર માસથી ઇંગ્લીશ દારૂના ગુન્હામાં ફરાર હતો.