મોરબીમાંથી વિરમગામ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં ચાર માસથી ફરાર આરોપી પકડાયો
મોરબીમાં થરી માહેશ્વરી સમાજ દ્રારા સર્વેપિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
SHARE
મોરબીમાં થરી માહેશ્વરી સમાજ દ્રારા સર્વેપિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
મોરબીના શ્રી થરી માહેશ્વરી સમાજ દ્વારા સર્વેપિતૃ મોક્ષાર્થે તા.૬-૧૧ ને શનિવારથી વૃંદાવન ધામ શક્તિ પ્લોટ મેઈન રોડ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.
ભાગવત સપ્તાહમાં વ્યાસપીઠ ઉપરથી પુ. રણછોડભાઈ આચાર્ય સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે.કથા શ્રવણ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કલાક સુધી ચાલશે.ભાગવત સપ્તાહ દરમિયાન ગોવર્ધન પૂજા, નૃસિંહ અવતાર સહિતના પ્રસંગોની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે.જેમાં રૂક્ષ્મણી વિવાહ અંતર્ગત આવતી કાલ તા. ૧૧-૧૧-૨૧ ના રોજ ગુરૂવારે સાંજે અમિત ભરતભાઈ આસનાની અને માનસીબેન પ્રદીપભાઈ કેલાના શુભલગ્ન યોજાનાર છે.તદ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે જેવા ભજન સંધ્યા, મહિલા મંડળ આયોજિત સાંસ્કૃતિક કાર્યકમોની ભવ્ય ઉજવણી કરાઈ હતી.તા.૧૦ ના રોજ પ્રેમલ દફતરીની સંગીત સંધ્યા યોજાશે અને તા.૧૧ ના રોજ ભાવનગરના કલાકાર ધરમ વંકાણી દ્વારા હસાયરાનો કાર્યક્રમ યોજાનાર છે તેમ આયોજકોએ જણાવેલ છે.