મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડીથી ઘુંટુ સુધીનો રોડ ફોરલેન બનાવવા સીએમને રજૂઆત


SHARE













મોરબીની ત્રાજપર ચોકડીથી ઘુંટુ સુધીનો રોડ ફોરલેન બનાવવા સીએમને રજૂઆત

મોરબીના જૂના ઘૂટું રોડે સતત ટ્રાફિક રહે છે જેથી કરીને મોરબીની ત્રાજપર ચોકડીથી લઈને ઘૂટું સુધીના જુના ઘુંટુ રોડને ફોરલેન બનાવવામાં આવે તે અનિવાર્ય છે જેથી કરીને આ બાબતે ત્રાજપરના પૂર્વ સરપંચ દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે.

હાલમાં ત્રાજપર ગામના પૂર્વ સરપંચ અશોકભાઈ વરાણીયા દ્વારા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને જે રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, ત્રાજપર ગામ પાસે આવેલ ચોકડી જેને ત્રાજપર ચોકડી કહેવામા આવે છે ત્યાંથી લઈને ઘૂટું સુધીનો જે ત્રણ કિલો મીટરનો ઘૂટું રોડ આવેલ છે ત્યાં સતત ટ્રાફિક રહે છે જેથી કરીને લોકોને અને ખાસ કરીને વાહન ચાલકોને હેરાન થવું પડે છે જેથી કરીને આ રોડને ફોરલેન બનાવવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને કારખાનામાં નોકરીએ જતાં લોકો અને શાળા તેમજ એસટીનો બસો પણ ત્યાં ટ્રાફિકના કારણે ફસાઈ છે આટલું જ નહીં વારંવાર અકસ્માત પણ થાય છે જેથી કરીને ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલવા માટે આ રોડ ફોરલેન બનાવવામાં આવે તેવી પૂર્વ સરપંચે માંગ કરી છે.






Latest News