મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં ખોખરા હનુમાન નજીક યુવાનના ગળે છરી મૂકીને 12,500 ના મુદ્દામાલની લૂંટ કરનારા ચાર પૈકીનાં ત્રણ આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં ખોખરા હનુમાન નજીક યુવાનના ગળે છરી મૂકીને 12,500 ના મુદ્દામાલની લૂંટ કરનારા ચાર પૈકીનાં ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના ખોખરા હનુમાન પાસેથી યુવાન વીસેક દિવસ પહેલા પસાર થઈ રહ્યો હતો દરમિયાન બે બાઈકમાં આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા તે યુવાનના ગળા ઉપર છરી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ “તારી પાસે જે કંઈ હોય તે આપી દે” તેવી ધમકી આપવામાં આવી હતી અને રોકડ તથા મોબાઇલની લૂંટ કરીને ચાર શખ્સો નાસી ગયા હતા જેથી ભોગ બનેલા યુવાને 12,500 ની લૂંટ થઈ હોવા અંગેની ચાર શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ત્રણ શખ્સની ધરપકડ કરેલ છે અને બાકીના આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

મૂળ એમપી ના રાજગઢ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે માટેલ રોડ ઉપર આવેલ ઈનવોલ સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતો અને મજૂરી કામ કરતો અમરભાઈ અંબાભાઈ કુશવા (૨૩) નામનો યુવાન ખોખરા હનુમાન પાસેથી વીસેક દિવસ પહેલા રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે બે બાઈક ઉપર આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા તે યુવાનને આંતરિને તેના ગળા ઉપર છરી રાખી હતી અને તારી પાસે જે હોય તે આપી દે તેવી ધમકી આપી હતી અને તે યુવાનનો 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન તથા 2,500 રોકડા આમ કુલ મળીને 12,500 ના મુદ્દામાલની લૂંટ કરીને બાઈક ઉપર આવેલા આજાણ્યા ચાર શખ્સો નાસી છૂટ્યા હતા.

આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે દિવસ પહેલા ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ગુનો નોંધી લૂંટ કરીને નાસી છુટેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ એલસીબીના પીએસઆઇ કે.એચ.ભોચીયા અને તેની ટિમ કરી રહી હતી તેવામાં એલસીબીની ટીમે હ્યુમન સોર્શ, ટેકનીકલ માધ્યમ તથા ખાનગી બાતમી હતી કે, માળીયા(મિં) ગામ તરફ જવાના રસ્તે આવેલ રેલ્વે ફાટક પાસે છે જેથી ત્યાં એલસીબીની ટિમ પહોચી હતી અને ત્યાં ત્રણ શખ્સ મળી આવ્યા હતા. અને તેને ગુનો કર્યો હોવાની કબૂલાત આપી હતી. જેથી તેની પાસેથી લૂંટમાં ગયેલા રોકડા 2500 તેમજ એક મોબાઈલ ફોન પોલીસે કબ્જે કર્યો હતો.

હાલમાં જે ત્રણ આરોપીઓને પકડવામાં આવેલ છે તેમાં અસગર રમજાનભાઈ મોવર રહે. કાજરડા, સમીર સુભાનભાઇ મોવર રહે. વાડા વિસ્તાર માળીયા (મિં) અને હનીફભાઇ અબ્બાસભાઇ ભટ્ટી રહે. કાજરડા વાળાનો સમાવેશ થાય છે અને આ લૂંટના બનાવમાં આરોપીઓ સાથે રહેલા અવેશભાઇ સુભાનભાઇ મોવર રહે. ઇદ મસ્જીદ નજીક માળીયા (મિં) વાળાનું નામ સામે આવ્યું છે જેથી પોલીસે તેને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. આ શખ્સો મોરબીની આસપાસમાં આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રી દરમિયાન અવારનવાર એકલ દોકલ પસાર થતા લોકોને આંતરીને લૂંટ કરવાની ટેવ વાળા છે અને જો કોઇ તેઓનો પ્રતિકાર કરે તો જીવલેણ હુમલો કરીને ખુન જેવા ગંભીર ગુનાને અંજામ પણ આપી શકે છે. તેવી માહિતી પોલીસે આપેલ છે. હાલમાં આરોપીઓને મોરબી તાલુકા પોલીસને સોંપી દેવામાં આવેલ છે અને પોલીસે તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.






Latest News