મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં યોજાયેલ ઓપન સૌરાષ્ટ્ર કરાટે ચેમ્પિયનશિપમાં રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, સોમનાથ, વેરાવળ, જામનગરથી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો


SHARE







મોરબીમાં યોજાયેલ ઓપન સૌરાષ્ટ્ર કરાટે ચેમ્પિયનશિપમાં રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, સોમનાથ, વેરાવળ, જામનગરથી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

મોરબી ખાતે ઓપન સૌરાષ્ટ્ર કરાટે ચેમ્પિયનશિપ 2024 નું અલગ અલગ શ્રેણીમાં  આયોજન કરવામાં આવેલ હતું. જેમાં મોરબી, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, સોમનાથ, વેરાવળ, જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં ઉત્સાહ ઉમંગ ભેર કરાટેના ખેલાડીઓએ ભાગ લીધેલ અને કુમિતે, કાતા સહિત કરાટે ટેક્નિક સાથે સ્પર્ધકોએ પોતાના રહેલ આગવી પ્રતિભા,કૌશલ્યનાં નિદર્શન સાથે હરીફ ઉમેદવારોની માત આપેલ.

આ કાર્યક્રમની માહિતી આપતા મોરબી કરાટે એશોશિયેશનનાં મનીષભાઈએ જણાવ્યુ હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પણ કરાટેને માન્યતા સાથે ખેલ મહાકુંભમાં સમાવેશ કરવા સહિત બાળકોને પ્રોત્સાહન માટે  વિશેષ સહાય, સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે અત્રે ઉલેખનીય છે કે, સાંપ્રત સમયમાં બાળ વયથી જ આત્મરક્ષણ સાથે સ્વનિર્ભર બને અને તેમના આત્મ વિશ્વાસ વધે અને પોતાનામાં રહેલ કૌશલ્ય ને નિખાર સાથે રાજ્ય અને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાના માતા પિતા પરિવાર ગામ, શહેર રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવા ઉદ્દેશ્ય સાથે અત્રે ઓપન સૌરાષ્ટ્ર કરાટે કૉમ્પીટિશનનું આયોજન કરવામાં આવેલ છે. અને આવનાર સમયમાં રાજ્ય કક્ષાનું આયોજન કરવામાં આવશે.

અત્રે ઉલેખનીય છે કે ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓ માટે કરાટે પોતાના સ્વરક્ષણ માટે અત્યંત હિતકારી સાથે આત્મ રક્ષણ સાથે નિર્ભીક બને તેવા આશય સાથે દોઢેક લાખ જેટલા મહિલાઓને અત્યાર સુધીમાં કરાટે એશો. દ્વારા તાલીમ આપવામાં આવેલ છે. તો બીજી તરફ બચપણથી કરાટે દ્વારા આત્મ સંરક્ષણ સાથે ધીરજ, મનની એકાગ્રતા સહિત વિવિધ ગુણોનાં વિકાસ  સાથે કરાટે, ફુંગકુ, લાઠી દાવથી લઈ વિવિધ રમત  પાયાની જરૂરિયાત સમાન  લેખાય છે. વધુમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકૂમતસિંહ જાડેજાએ જણાવ્યુ હતું કે, ધ વી.સી. હાઈસ્કૂલ અને એમ.પી. સેઠ ગર્લ્સ સ્કૂલની ૨૦૦ વિદ્યાર્થિનીઓને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત 15 દિવસ સુધી સેલ્ફ ડિફેન્સ તાલીમ આપવામાં આવી હતી. જેમાંથી 25 વિદ્યાર્થિનીઓએ એ ડિવિઝન પોલીસની સ્પોન્સરશીપથી મોરબીમાં યોજાયેલ “ નાસકા ઓપન સૌરાષ્ટ્ર કરાટે ચેમ્પિયનશીપ-2024” માં ભાગ લઈને ઇનામો મેળવેલ હતા.






Latest News