મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં ૨૧થી ૩૦ ડિસેમ્બર દરમિયાન તાલુકા કક્ષાએ કલા મહાકુંભ યોજાશે


SHARE









મોરબીમાં ૨૧થી ૩૦ ડિસેમ્બર દરમિયાન તાલુકા કક્ષાએ કલા મહાકુંભ યોજાશે

સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી- ગાંધીનગર દ્વારા આયોજિત તેમજ મોરબી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સંચાલિત કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ નો તા. ૨૧/૧૨/૨૦૨૪ ના રોજ તાલુકા કક્ષાની સ્પર્ધાથી પ્રારંભ થવા જઈ રહ્યો છે

કલા અને સંસ્કૃતિના સુભગ સમન્વય સમા આ કલા મહાકુંભ અન્વયે તા. ૨૧ ના રોજ વાંકાનેર તાલુકા કક્ષાએ શ્રીમતી એલ.કે. સંઘવી સ્કુલ ખાતે સવારે ૦૮:૦૦ કલાકે, તા. ૨૨ ના રોજ હળવદ તાલુકા કક્ષાએ સાનિધ્ય સો. કોમ્યુનિટી હોલ-૨ ખાતે સવારે ૦૯:૦૦ કલાકે, તા. ૨૫ ના રોજ ટંકારા તાલુકા કક્ષાએ નાલંદા વિદ્યાલય ખાતે સવારે ૦૮:૦૦ કલાકે, મોરબી તાલુકા કક્ષાએ ૨૯ સવારે ૦૮:૦૦ કલાકે અભિનવ કુલ ખાતે સવારે ૦૮:૦૦ કલાકે તથા ૩૦ ના રોજ માળીયા તાલુકા કક્ષાએ મોડેલ સ્કૂલ - મોટી બરાર ખાતે બપોરે ૦૨:૦૦ કલાકે યોજાશે. આ તાલુકા કક્ષાએ કલા મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવેલ તમામ સ્પર્ધકોએ નિયત તારીખ, સ્થળ અને સમયે હાજર રહેવાનું રહેશે. તાલુકા કક્ષાની સ્પર્ધા પૂર્ણ થયા બાદ તાલુકા કક્ષાએ પ્રથમ વિજેતા થયેલી સ્પર્ધકોએ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જવાનું થશે તેમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસની યાદીમાં જણાવાયું છે.




Latest News