મોરબીમાં આર્થિક સંકડામણને પગલે યુવાન ગુમ વાંકાનેર તાલુકાનાએકપ્લોઝીવ-વિસ્ફોટક પદાર્થ રાખવાના ગુનામાં પકડાયેલ આરોપીના જામીનમંજૂર મોરબીના લાલપર ગામ પાસેથી સગીરાનું અપહરણ મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા !
Breaking news
Morbi Today

મોરબી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 100 ડે કેમ્પેનિંગ અંતર્ગત ખાસ ટીબીનો સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો


SHARE













મોરબી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત 100 ડે કેમ્પેનિંગ અંતર્ગત ખાસ ટીબીનો સ્ક્રિનિંગ કેમ્પ યોજાયો

સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારતને ટીબી મુક્ત ભારત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. જે અંતર્ગત  ટીબીના નવા કેસ વહેલી તકે શોધી, નવા કેસમાં ત્વરિત ધોરણે સારવાર શરૂ કરીને  જાહેર આરોગ્યમાં સુધારો લાવવાના હેતુથી '100 days intensified Campaign on TB Elimination'  અભિયાન તા. ૭ ડિસેમ્બર  થીશરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મોરબી  જિલ્લામાં ટીબી થવાનું જોખમ ધરાવતા તમામ વ્યક્તિઓની ટીબી અંગેની સ્થળ પર જ તપાસ કરવામાં આવશે. જેમાં ડાયાબીટીસ ધરાવતા દર્દીઓ, ૬૦ વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ, <18.5 BMI (જેમનું BMI 18.5 થી ઓછું હોય), ધુમ્રપાન કરતા હોય તેવી વ્યક્તિઓ, છેલ્લા પાંચ વર્ષમાં ટીબી થયેલ હોય તેવા વ્યક્તિઓ અને છેલ્લા ૨ વર્ષમાં ટીબી થયેલ હોય તેવા દર્દીના ઘરના સભ્યોને આવરી લેવામાં આવશે. જે અભિયાન ના ભાગ રૂપે જિલ્લા ક્ષય કેન્દ્ર તથા આયુષ્યમાન આરોગ્ય મંદિરના સહયોગ દ્વારા  માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય  અધિકારી  ડો.પી.કે. શ્રીવાસ્તવ સર  તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ધનસુખ  અજાણા  ના માર્ગદર્શન  હેઠળ આજ રોજ વિકાસ વિદ્યાલય માં આરોગ્ય કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ ૭૦ દીકરીઓનું ટીબી સ્ક્રીનીંગ, શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ, હિમોગ્લોબીન તપાસ તથા જનરલ ચેક અપ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સીએચઓ ડો.ભૂમીબેન માંકડીયા, હાર્દીકભાઈ પ્રજાપતિ, ભારતીબેન ઠાકર, ડો. જીજ્ઞેશ પટેલ, પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર પિયુષભાઈ જોશી તથા વિકાસ વિધાલયના સુપરિટેન્ડેન્ટ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ  ઉપસ્થિત રહ્યા હતા






Latest News