મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસે હોટલની પાછળના ભાગમાં દારૂની 12 બોટલ-9 લિટર દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE









વાંકાનેરની ઢુવા ચોકડી પાસે હોટલની પાછળના ભાગમાં દારૂની 12 બોટલ-9 લિટર દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી પાસે હોટલની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની બાર બોટલો તથા દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 1,800 રૂપિયાના દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને એક શખ્સનું નામ સામે આવતા પોલીસ તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઢુવા ચોકડી પાસે આવેલ ભવાની હોટલની પાછળના ભાગમાં રામ પ્લાઝા રાજ શક્તિ પાર્લરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની મોટી 12 બોટલો તથા નવ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂનો જથ્થો કબજે કરીને આરોપી યુવરાજસિંહ દિગ્વિજયસિંહ સરવૈયા (33) રહે. ભાયાતી જાંબુડીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં મહાવીરસિંહ ગનુભા ઝાલા રહે. ભાયાતિ જાંબુડીયા તાલુકો વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હતું જેથી તે બંનેની સામે ગુનો નોંધી બાકીના આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.

દેશી દારૂ

મોરબી તાલુકાના વીરપરડા ગામની સીમમાં આવેલ ઇટાલવા પ્લાયવુડ નામના કારખાના સામેથી પસાર થતી સ્વીફ્ટ કાર નંબર જીજે 36 એજે 5767 ને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી 21 લીટર દેશી દારૂ જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 4200 ની કિંમતનો દારૂનો જથ્થો તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતનો ગાડી આમ કુલ મળીને 3,04,200 રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે આરોપી અક્ષય વિનુભાઈ સોલંકી (27) રહે. મોડપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેને અશોક નરસીભાઈ દેવીપુજક રહે. મોડપર વાળા પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા બંને શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News