હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપાલિકાના પહેલા ખાતમહુર્તમાં ભાજપ સિવાયના પક્ષોની બાદબાકી કેમ ?: પ્રમુખપુષ્પરાજસિંહ જાડેજા


SHARE













મોરબીમાં મહાપાલિકાના પહેલા ખાતમહુર્તમાં ભાજપ સિવાયના પક્ષોની બાદબાકી કેમ ?: પ્રમુખપુષ્પરાજસિંહ જાડેજા

મોરબીમાં મહાપાલિકા ખાતમહુર્ત પ્રસંગે માત્ર ભાજપના જ આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા જેથી કરીને મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખપુષ્પરાજસિંહ જાડેજાએ મ્યુનિસિપલ કમિશ્નરને સીધો સવાલ કર્યો છે કે, હાલમાં મહાપાલિકમાં કોઈ બોડી અસ્તિત્વમાં નથી ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે દરેક રાજકીય પક્ષને શહેરનાં વિકાસ કામના ખાતમહુર્ત પ્રસંગે આમંત્રણ આપવામાં આવે તે જરૂરી છે.

મોરબી શહેરમાં  ઝુલતા પુલની ઘટના બની તેના કારણે મોરબી નગરપાલિકા સુપરસિડ કરવામાં આવી છે જ્યારથી પાલિકા સુપર સિડ કરવામાં આવી ત્યારથી ચૂંટાયેલ બોડી અસ્તિત્વમાં નથી અને વહીવટદાર મારફત નગરપાલિકાનું સંચાલન કરવામાં આવતું હતું પરંતુ ૧-૧-૨૦૨૫  થી મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવેલ છે અને મહાપાલિકામાં કમિશ્નરની નિમણૂક પણ કરવામાં આવેલ છે ત્યારે તાજેતરમાં શનાળા રોડે આવેલ સરદારબાગમાં બગીચાના રીનોવેશનના કામ માટે ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સંગઠનના લોકો હાજર હતા જો કે, અન્ય કોઈ પક્ષના લોકોને બોલાવવામાં આવ્યા ન હતા. જેથી લોકશાહીમાં કીન્નાખોરી રાખવામા આવી રહી છે તેવો આક્ષેપ કરવામાં આવેલ હતો અને મોરબી શહેરમાં અન્ય રાજકીય પક્ષો પણ અસ્તિત્વ ધરાવે છે ત્યારે તેઓને પણ કમિશ્નર તરફથી આમંત્રણ આપવામાં આવે તે જરૂરી છે. હાલમાં મહાપાલિકાનું સંચાલન અધિકારી મારફત થાય છે ત્યારે દરેક રાજકીય પક્ષોને ભવિષ્યમાં કમિશ્નર દ્વારા પ્રાધાન્ય આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.






Latest News