મોરબીમાં તંત્ર અને કોન્ટ્રાકટરની બેદરકારીના લીધે વાહન ચાલકો હેરાન: જીવલેણ અકસ્માતની જોવાતી રાહ મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે એક્સ આર્મીમેન-આરએસએસના કાર્યકર્તાઓના હસ્તે ધ્વજવંદન ટંકારા તાલુકામાં સગી દીકરી સાથે દુષ્કર્મ આચારનારા બાપને જેલ હવાલે મોરબી કરિયાણા મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ પદે સચિનભાઈ વોરાની વરણી મોરબી નજીક જુદીજુદી બે જગ્યાએ વાહનોમાંથી 970 લિટર ડીઝલની ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: એકની શોધખોળ મોરબી એબીવીપી દ્વારા 26 મી જાન્યુઆરી નિમિતે ગ્રીન ચોક ખાતે ધવજવંદન કરાયું વાંકાનેરના વરડુસર ગામે આવેલ શાળામાં 26 મી જાન્યુ.એ 51 દીકરીઓએ કર્યું વૃક્ષા રોપણ મોરબીમાં સાર્થક વિદ્યામંદિરમાં ખાતે પ્રજાસત્તાક પર્વ ઉજવાયો: વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકાના અધિકારીએ ભાજપના આગેવાનોની હાજરીમાં કરેલ ખાતમહુર્તને લઈને આમ આદમી પાર્ટીએ માંગ્યા જવાબ


SHARE











મોરબી મહાપાલિકાના અધિકારીએ ભાજપના આગેવાનોની હાજરીમાં કરેલ ખાતમહુર્તને લઈને આમ આદમી પાર્ટીએ માંગ્યા જવાબ

હમણાં જ અસ્તિત્વમાં આવેલી મોરબી મહાનગરપાલિકા દ્વારા સરદાર બાગને અંદાજે એક કરોડના ખર્ચે નવીનીકરણ થવા જઈ રહ્યું છે જે સારી વાત છે જો કે, 30 વર્ષથી ભાજપનાં ધારાસભ્ય હોય અને મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન હતું છતાં મોરબીમાં સારાં બાગ બગીચા કે સારી સુવિધાઓ વાળું પર્યટન સ્થળ નથી. જે મોરબી માટે દુખદ બાબત છે.

મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતાની સાથે જ નવાં આવેલા કમીશ્નર દ્વારા મોરબી સરદાર બાગના નવીનીકરણની જાહેરાત કરીને ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે ત્યારે ખાતમુહુર્ત સમયે પાલિકાને સુપરસી કરવામાં આવી હતી તેના જનપ્રતિનિધિઓ અને ભાજપનાં હોદ્દેદારોને સ્ટેજ આપવામાં આવ્યું હતું જેથી કરીને આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલે તંત્રને અનેક સવાલો કર્યા છે. જેમાં શું આ સરદાર બાગનું નવીનીકરણ કરવા માટે ભાજપ કે ભાજપ વાળા ફંડ આપશે .?, જો ભાજપ વાળા ફંડ આપશે તો એમનાં પુરાવા પ્રજા સમક્ષ રજૂ કરો. ?, જો ભાજપ કે તેનાં હોદ્દેદારો ફંડ ન આપેલ હોય તો તેમને ખાતમુહૂર્ત સમયે સ્ટેજ પર કેમ બેસાડવામાં આવ્યા. ?, જો આ પ્રસંગ રાજકીય પ્રોગ્રામ હોય તો સરકારી કમીશ્નર અને બીજા સરકારી અધિકારીઓ ત્યાં કેમ હાજર હતા.?, જો ભાજપના હોદ્દેદારો રાજકીય આગેવાન તરીકે આવ્યા હતા તો આમ આદમી પાર્ટી અને બીજા પક્ષોના હોદ્દેદારોને આમંત્રણ કેમ આપવામાં આવ્યું ન હતું.? શું મોરબીમાં કમીશ્નર એક ભાજપની કઠપુતળી તરીકે કામ કરશે ? આવાં અનેક સવાલો તંત્રને પુછવામાં આવ્યાં હતાં.






Latest News