કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં 13 ગાયની કતલ કરવાના ગુનામાં પકડાયેલા 6 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર: ગૌહત્યાની કલમનો ઉમેરો કરાયો


SHARE













માળીયા (મી) તાલુકામાં 13 ગાયની કતલ કરવાના ગુનામાં પકડાયેલા 6 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર: ગૌહત્યાની કલમનો ઉમેરો કરાયો

માળીયા (મી)ના ખાખરેચી ગામે રહેતા માલધારીઓએ ચીખલી ગામે રહેતા પિતા-પુત્રને તેની કુલ મળીને 50 જેટલી ગાયોને ચરાવવા માટે આપેલ હતી જે પૈકીની 14 જેટલી ગાય પરત આપેલ ન હતી જેથી કરીને માલધારીઓની સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો જેથી ગાયો ચરાવવા માટે રાખનારા પિતા-પુત્ર સામે નામ જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ગુનામાં પોલીસે શખ્સોની ધરપકડ કરેલ હતી અને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે અને હાલમાં નોંધાયેલ ફરિયાદમાં ગૌ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવેલ છે અને આ શખ્સોએ કેટલી ગાયોની કતલ કરવામાં આવી છે અનેકયા કતલ કરી હતી તે દિશામાં તપાસ કરવામાં આવશે.

માળિયા (મી) ના ખાખરેચી ગામે રહેતાને પશુપાલનનો ધંધો કરતાં જલાભાઇ શીયારે તેની માલિકીની 20 ગાય તેમજ બળદેવભાઈ મેવાડાએ પોતાની માલિકીની 30 ગાય આરોપીઓને પૈસા આપીને રખેવાળ તરીકે ચરાવવા માટે થઈને મુસ્તાક લધાણી અને તેના પિતા આમિન લધાણીને આપી હતી જે પૈકીની જલાભાઇની ત્રણ ગાય અને બળદેવભાઈની 11 ગાય આમ કુલ મળીને 14 ગાય મુસ્તાક અને તેના પિતાએ પરત નહીં આપીને માલધારીઓ સાથે વિશ્વાસઘાત કરેલ છે જેથી કરીને 85 હજાર રૂપિયાની કિંમતની ગાયો પરત નહીં આપનારા પિતા પુત્ર સહિતનાઓની સામે જલાભાઈ ઉર્ફે જીલાભાઈ ભાલુભાઈ શીયાર (45)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મુસ્તાક આમીનભાઈ લધાણી અને આમીન કરીમભાઈ લધાણી રહે, બંને ચીખલી તાલુકો માળીયા મીયાણા તેમજ તપાસમાં જેના નામ સામે આવે તેની સામે ફરિયાદ નોંધાવેલ હતી.

આ ગુનામાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ કે.કે. દરબાર અને તેની ટીમ દ્વારા આરોપી આમીન કરીમભાઈ લધાણી અને મુસ્તાક આમીનભાઈ લધાણી રહે. બન્ને ચીખલી માળીયા (મી), રમજાન હારુનભાઈ જામ રહે. જુના અંજિયાસર, અલાઉદ્દીન મુસાભાઇ જામ, અબ્બાસ મુસાભાઇ મોવર અને સાઉદીન ઓસમાણ કાજેડીયા રહે. ત્રણેય કાજરડા વાળાની ધરપકડ કરી હતો અને આરોપી મુસ્તાક લધાણી અને તેના પિતા આમીન લધાણીને ચરાવવા આપેલ ફરિયાદી સહિત બંનેની જે ગાયો ગુમ થયેલ હતી તેમાંથી બાકીના ચાર આરોપીઓએ ચાર ગાયની કતલ કરી હોવાની કબુલાત આરોપીઓ આપી છે અને જો કે, માલધારીઓની ગાય તેઓની જાણ બહાર રૂપિયા 1 થી 4 હજાર સુધીની રકમ લઈને આરોપી રમજાન જામ અલાઉદ્દીન જામ, અબ્બાસ મોવર અને સાઉદીન કાજેડીયાને ગાય ગેરકાયદે વેંચી નાખી હતી.

ત્યાર બાદ આ ચારેય આરોપીએ રણ વિસ્તારમાં ગાયની કતલ કરી હોવાનું સામે આવ્યું છે અને જે ગાયોની હત્યા કરવામાં આવી છે તેના ગૌ માંસની મિજબાની માણી હોવાનું હાલમાં આરોપીઓ પોલીસને જણાવી રહ્યા છે જો કેગુમ થયેલ 14 ગાય પૈકીની એક ગાય મળી આવેલ છે અને બાકીની બધી જ ગાયોની કતલ કરીને આ ચાર શખ્સોએ જ મિજબાની માણી હતી કે બીજા કોઈ પણ તેની સાથે જોડાયેલ હતા અને આ શખ્સોએ ગાયોની કતલ કરીને તેના ગૌ માંસનું વેચાણ કર્યું છે કે, કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે તેવું અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે અને હાલમાં પકડેલા આરોપીઓના કહેવા મુજબ તે ગાયની કતલ કરીને ગૌ માસની મિજબાની કરતા હતા.

જોકેગાયોની કતલ કરવામાં આવી હતી તે સહિતની તપાસ કરવાં આવશે તેમજ ગાયના કંકાલને કબ્જે કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે અને આ બનાવમાં પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને નોકર ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડ્યા હતા જો કેગૌહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જેથી કરીને ગૌ હત્યાની કલમનો હાલમાં નોંધાયેલ ફરિયાદમાં ઉમેરો કરીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને પકડાયેલા છ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તે તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. જેથી ગાયોની કતલ કયા કરી ? માંસનો નિકાલ કેવી રીતે કરતાં હતા ?, માંસનું વેચાણ કરવામાં આવ્યું હતું કે કેમ ? વિગેરે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવશે.






Latest News