મોરબી જિલ્લામાં આવતા-કામ કરતા મજૂરોની વિગતો પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ
મોરબીમાં સ્પા પાર્લર-મસાજ પાર્લરના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિદ્ધ
SHARE
મોરબીમાં સ્પા પાર્લર-મસાજ પાર્લરના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિદ્ધ
મોરબી જિલ્લામાં રહેણાંક વિસ્તારોમાં તથા ઔધોગિક વિસ્તારોમાં સ્પા પાર્લર/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહ વ્યાપારની શક્યતા રહેલી હોય છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા આવા સ્પા પાર્લર-મસાજ પાર્લરની આડમાં ગુનાહિત કૃત્યો કરવામાં આવે છે અને તે જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે છે. તેથી આ તમામ બાબતોને ધ્યાનમાં રાખતા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા સ્પાપાર્લર અને મસાજ પાર્લરના નિયમન અને નિયંત્રણ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મોરબી જિલ્લા વિસ્તારમાં સ્પા પાર્લર અને મસાજ પાર્લરોના માલિકો તેમજ આવા સ્પા/મસાજ પાર્લરોના સંચાલકોએ તેમને ત્યાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ્સ તથા રેકોર્ડીંગ સુવિધા સાથે સી.સી.ટી.વી. એન્ટ્રી, રિસેપ્શન તથા કોમન એરીયા ફરજિયાત રાખવાનું રહેશે. તેમજ ત્રણ મહિના સુધીના સી.સી.ટીવી. રેકોડીંગની સંપૂર્ણ માહિતી સાથે સાચવી રાખવાનું રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને જરૂર પડયે આ માહિતી આપવાની રહેશે. આ અંગે જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ ઑફિસરએ રજીસ્ટર નિભાવવાનું રહેશે. તેમજ માલિક અને કર્મચારીની સંપૂર્ણ માહિતી સાથેની વિગત દર્શાવવાની રહેશે. અને તે વિગત સંબંધિત પોલીસ સ્ટેશનમાં કોરા કાગળ ઉપર લખીને જમા કરાવવાની રહેશે. આ પ્રતિબંધાત્મક જાહેરનામું તા. ૩૧/૦૩ સુધી અમલમાં રહેશે.