મોરબીમાં મોઢેશ્વરી માતાજીનો પાટોત્સવ-નવચંડી યજ્ઞનું આયોજન મોરબીમાં કરોડો રૂપિયાની જમીનમાં ખોટી વારસાઈ એન્ટ્રી મુદ્દે થયેલ અરજીમાં કલેકટરે આપ્યો અરજદાર તરફે સ્ટે માળીયા (મી)ના વવાણીયા ગામે શિકાર કરવા ગયેલા યુવાનની હત્યા કરનારા તેના બે મિત્રોની ધરપકડ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૭ મી ફેબ્રુઆરીએ યોજાશે મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ રેલવે ભરતી માટે માર્ગદર્શનલક્ષી સેમિનારનું આયોજન મોરબી: મતદાન મથકની વિસ્તારના આસપાસના ૨૦૦ મીટર માટે પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ વાંકાનેર પાલિકાની 28 પૈકી 13 બેઠકમાં ઉમેદવાર બિનહરીફ વિજેતા 15 માં ચુંટણી: હળવદ પાલિકાની 28 બેઠકોમાં ચુંટણી યોજાશે મોરબી: છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ આધેડનું મોત
Breaking news
Morbi Today

કેન્દ્ર સરકારનું સમતોલ અને વિકાસ લક્ષી બજેટને આવકારતા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા


SHARE













કેન્દ્ર સરકારનું સમતોલ અને વિકાસ લક્ષી બજેટને આવકારતા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના કુશલ નેતૃત્વ વાળી એન.ડી.એ. સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ ના બજેટને કેન્દ્રિય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ આઠમી વખત સંસદ સમક્ષ રજુ કરતાં એક શસક્ત ભારતના નિર્માણ ની તરફ આગળ વધતા ભારતના વિકાસમાં સહયોગી બને તેવું બજેટ રજુ કર્યું હતું. 

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાએ બજેટને આવકારતા જણાવ્યુ હતું કે, આશા-વિકાસ અને તમામ ક્ષેત્રોને આવરી લેતું સમતોલ અને વિકાસલક્ષી આ બજેટ છે. જેમાં મહિલા સશક્તિકરણ, યુવા રોજગાર સાથે વિકાસ અને ફુગાવા પર નિયંત્રણ માટે પરિ યોજનાઓ માટે પ્રાવધાન છે. ધરતી પુત્રો ને કૃષિ ઉત્પાદન માટે સમર્થન, રોજગાર અને કૌશલ્ય, ઉત્પાદન સેવાઓ, શહેરી વિકાસ, ઉર્જા સુરક્ષા ઇન્ફાસ્ટ્રક્ચર, આગલી પેઢી ને માર્ગદર્શન મળે વિકસીત ભારત માટે સતત પ્રયાસોની જાહેરાત કરી છે. યુવાનો, મહિલાઓ, કૃષિ ગ્રીન ગ્રોથ પર સરકારનું ફોક્સ સાથે ટુરિઝમને મહત્વ, કૌશલ વિકાસ યોજનાઓ માટે બજેટમાં પ્રાવધાન કરવામાં આવેલ છે. તેમ સાંસદએ જણાવ્યુ હતું. બજેટને આવકારતા કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. 

દરેક જીલ્લામાં કેન્સર હોસ્પિટલ, ITI માં ૭૫ હજાર સીટ વધારો કેડિકલમાં ૧૦ હજાર સીટ વધારો, શિક્ષા ને AI સાથે જોડવામાં આવશે, નાના ઉધોગકારો ને વિશેષ ક્રેડીટ કાર્ડ, ચર્મ ઉધોગો ને ૨૨ લાખ લોકોને રોજગારી, પાંચ લાખ મહિલાઓ માટે નવી સ્કીમ, SC-ST મહિલાઓ ને ૨ કરોડ સુંધીની ઉધોગ લોન, સ્ટાર્ટ અપ લોન માં વધારો ૧૦ કરોડ ની લોન સુવિધા, સમુદ્રમાં માછીમારો ને પ્રોત્સાહન, કપાસની લાંબી ફાઇબર જાતોને પ્રોત્સાહન, ભારતને રમકડા હબ-ગરીબ યુવા, મહિલાઓને કિશાનોના ઉત્થાન પર ફોક્સ, ફાઇનાશીયલ સેકટરના રીફોર્મ પર ધ્યાન, ૧૦૦ જીલ્લામાં ધન ધાન્ય યોજના, વાર્ષિક ૧૨ લાખ સુંધીની મર્યાદા એટલે ૧૨ લાખની આવક સુંધી કોઈ ટેક્ષ નહી, વુધ્ધો માટે સ્ટાન્ડર્ડ ટેક્ષ ડીડેકશન ૫૦ હજાર થી વધારી ૧ લાખ, મોબાઈલ, ટીવી, ચામડાની વસ્તુઓ, મેઇડ ઇન કપડા, કેન્સર દવા, મેડીકલ ઉપકરણો. વણકરો બનાવેલ કપડા લિથિયમ આર્યન બેટરી સસ્તી થશે, બજેટમાં ૮૨ વસ્તુઓ સેસ હટાવવામાં આવી. દરેક રાજયો ને ૧.૫ લાખ કરોડ વિકાસ માટે, ૧૨૦ નવા એરપોર્ટ ને ઉડાન યોજના સાથે જોડવાનું પ્રાવધાન બજેટમાં કરવામાં આવેલ છે. દુનિયાની મુશ્કેલ પરિસ્થિતિઓ માં પણ ભારતીય અર્થ વ્યવસ્થા મજબુતી થી આગળ વધી રહી છે તેમ સાંસદએ જણાવ્યુ હતું.








Latest News