મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

​​​​​​​મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરી કરતાં પકડાયેલા બે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર: ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ


SHARE







મોરબી નજીક ટેન્કરમાંથી ગેસ ચોરી કરતાં પકડાયેલા બે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર: ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ

મોરબીના સાપર ગામ નજીક હોટલના ગ્રાઉન્ડમાં ગેસ ભરેલ ટેન્કર ઉભું રાખીને તેમાંથી ગેસની ચોરી કરવામાં આવતી હતી ત્યારે એલસીબીની ટીમ દ્વારા ત્યાં રેડ કરીને બે શખ્સની 50.66 લાખથી વધુના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે અને હોટલના સંચાલક સહિતના બે આરોપીને પકડવાના બાકી છે તે બાબતે ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને આ ગુના પકડાયેલા બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સાપર ગામ પાસે ભાગ્યલક્ષ્મી રાજસ્થાની હોટલ રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી ભગીરથ મંગારામ બિશનોઈએ ભાડે રાખેલ છે અને તેના ગ્રાઉન્ડમાં હોટલ સંચાલક સહિતના શખ્સો દ્વારા ગેસ ભરેલા ટેન્કરના ડ્રાઈવર સાથે સાંઠગાંઠ કરીને ટેન્કરમાંથી ગેસની ગેરકાયદે અને જોખમી રીતે ચોરી કરીને ગેસના સિલિન્ડર ભરવામાં આવે છે ત્યારે એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી તે સમયે સ્થળ ઉપર હાજર રહેલા ચાર શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી.

જોકે પોલીસની ટીમ દ્વારા સ્થળ ઉપરથી પોલીસે હોટલના સંચાલક રાહુલ જેતારામ કુરાડા (29) તથા મજૂર બુધારામ વાગતારામ ખીચડ (44) રહે. બંને હાલ ભાગ્યલક્ષ્મી રાજસ્થાની હોટલ મૂળ રહે. રાજસ્થાન વાળાને ઝડપી લીધેલ હતા અને 17,630 કિલો એલપીજી ગેસ ભરેલ ટેન્કર તેમજ ગેસના ભરેલા અને ખાલી બાટલા મળીને કુલ 50.66 લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ગુનો નોંધાયેલ છે

આ ગુનામાં હોટલના સંચાલક ભગીરથ મંગારામ બિશનોઈ અને ટેન્કર નંબર જીજે 6 એઝેડ 0432 ના ચાલકને પકડવાના બાકી છે જો કે, આ કૌભાંડ બાબતે ડીવાયએસપી વિરલ દલવાડીની પત્રકાર પરિષદ યોજાઇ હતી અને આ ગુનાની તપાસ તાલુકા પીએસઆઈ ડી.ડી.જોગેલા અને તેની ટિમ કરી રહી છે તેવામાં પકડાયેલા બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.






Latest News