મોરબીના જેપુર ગામ પાસે ત્રિમંદીર નજીક બે એસટી બસ સહિત ચાર વાહનનો અકસ્માત
મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે મોરબી શહેર ભાજપના કાર્યલયે ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઇ
SHARE









મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે મોરબી શહેર ભાજપના કાર્યલયે ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઇ
મોરબીમાં આગામી તા 26 ના રોજ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી રહ્યા છે ત્યારે તેની તૈયારીના ભાગ રૂપે જુદીજુદી મિટિંગો યોજાઇ રહી છે દરમ્યાન મોરબીના શનાળા રોડે આવેલ શહેર ભાજપના કાર્યલય ખાતે મોરબી શહેર ભાજપના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓની મીટીંગ રાખવામાં આવી હતી જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ લાખાભાઈ જારીયા, શહેર ભાજપના પ્રમુખ રીસીપભાઈ કૈલા, ભાજપના આગેવાન પ્રદીપભાઈ વાળા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, ભાજપના આગેવાનો જયંતીભાઈ જયરાજભાઇ પટેલ, જયોતિસિંહ જાડેજા, ચંદુભાઈ હુંબલ, હસુભાઈ પંડ્યા સહિતના હાજર રહ્યા હતા.
