મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટિમ દ્વારા શાહીર વિરોને શ્રધ્ધા સુમન અર્પણ
મોરબીમાં યુવતીની છેડતી કરનારા આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવતી પોલીસ
SHARE








મોરબીમાં યુવતીની છેડતી કરનારા આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવતી પોલીસ
મોરબીમાં યુવતીનો પીછો કરીને તેને હેરાન કરવામાં આવતી હતી અને તેનો હાથ પકડીને તેની પાસેથી મોબાઈલ નંબરની માંગણી કરવામાં આવતી હતી જેથી કરીને કંટાળી ગયેલ યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ હતી અને રવિવારે સાંજે આરોપીને લઈને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.
મોરબીમાં રહેતી અને અભ્યાસ કરતી યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મેહુલ જીલરીયા નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તે હાલમાં અભ્યાસ કરે છે અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે નોકરી પણ કરે છે જો કે, યુવતી નોકરી માટે જતી હતી ત્યારે આરોપી મેહુલ જીલરીયા તેની પાછળ આવતો હતો અને તેના મોબાઈલ નંબર માંગતો હતો આટલું જ નહીં ઇન્સ્ટાગ્રામમાં વારંવાર ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલતો હતો તેમજ તે યુવતી વોકિંગ કરવા જતી ત્યારે તેની પાછળ જઈને તેનો હાથ પકડ્યો હતો ત્યાર બાદ તા 21 ના રોજ રાતે યુવતી અવની ચોકડી પાસેથી જતી હતી ત્યારે તેનો આરોપીએ પીછો કર્યો હતો અને આ યુવતીના માસીએ તે શખ્સને કેમ પીછો કરે છે તેવું પૂછાતા ત્યાં માણસો ભેગા થઇ ગયા હતા જેથી આરોપી તેનું વાહન લઈને નાશી ગયો હતો ત્યારે યુવતીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપી મેહુલ હરસુખભાઇ જીલરીયા (25) રહે. યદુનંદન-1 કેનાલ રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ હતી ત્યાર બાદ રવિવારે સાંજે આરોપીને લઈને પોલીસે અવની ચોકડી પાસે પહોચી હતી અને આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા.

