મોરબીમાં ડો.બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજાશે
મોરબી નજીક ટ્રકને આંતરીને કોપર વાયર ભરેલા ટ્રકની લૂંટ: સાત શખ્સો સામે અપહરણ-લૂંટનો ગુનો નોંધાયો
SHARE









મોરબી નજીક ટ્રકને આંતરીને કોપર વાયર ભરેલા ટ્રકની લૂંટ: સાત શખ્સો સામે અપહરણ-લૂંટનો ગુનો નોંધાયો
મોરબીના કંડલા બાયપાસ રોડે ભકિતનગર સર્કલ પાસે આવેલ પાપાજી ફનવલ્ડ સામેથી યુવાન ટ્રક લઈને જતો હતો ત્યારે કાર લઈને આવેલા ત્રણ શખ્સો દ્વારા તેને આંતરી લેવામાં આવેલ હતો અને તે યુવાનને કારમાંથી નીચે ઉતારીને છરી બતાવીને તેનું કારમાં અપહરણ કરીને લઈ ગયા હતા અને ત્યાર બાદ ટ્રક અને તેમાં ભરવામાં આવેલ 24 ટન કોપર વાયર આમ કુલ મળીને 7 લાખના મુદામાલની લૂંટ કરવામા આવેલ છે જેથી કરીને પોલીસે સાત શખ્સો સામે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના મુંગણી ગામે રહેતા અને ડ્રાઇવિંગ કરતાં લાલજીભાઇ ધનજીભાઇ વાડોલીયા (43)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગૌરાંગભાઇ પટેલ, ઇરફાનભાઇ, અમીતભાઇ વાજા, વસંતભાઇ વાઘેલા, અમીતભાઇ સારલા તથા અજાણ્યા બે ઇસમો અને તપાસમા ખુલ્લે તે બધાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના કંડલા બાયપાસ રોડે ભકિતનગર સર્કલ પાસે આવેલ પાપાજી ફનવલ્ડ સામેથી યુવાન ટ્રક નંબર જીજે 10 એક્સ 9864 લઈને જતો હતો ત્યારે આરોપીઓએ સાથે મળી પુર્વઆયોજીત કાવત્રુ કર્યું હતું અને ફરિયાદી યુવાન મોરબીથી તેના વાહનમાં કોપર વાયર ફીંડલા 24 ટન આશરેનો માલ ભરીને જામનગર લઇ જવા રવાના થયેલ હતો ત્યારે આરોપી ગૌરાંગભાઇ પટેલના કહેવાથી આરોપી અમીતભાઇ સારલા અને અજાણ્યા બે શખ્સો સ્વીફટ કારમા આવ્યા હતા અને ફરિયાદીને બળજબરીથી કારમા બેસાડીને છરી બતાવી હતી અને અપહરણ કરીને લઈ ગયા હતા અને ફરિયાદીનો 7 લાખની કિંમતનો ટ્રક અને તેમાં ભરેલ કોપર વાયરની ઇરફાનભાઇ, અમીતભાઇ વાજા અને વસંતભાઇ વાઘેલાએ લુંટ કરી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.
