મોરબી નજીક ટ્રકને આંતરીને કોપર વાયર ભરેલા ટ્રકની લૂંટ: સાત શખ્સો સામે અપહરણ-લૂંટનો ગુનો નોંધાયો
મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રામાં માજી ધારાસભ્ય સહિતના લોકો જોડાયા
SHARE









મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રામાં માજી ધારાસભ્ય સહિતના લોકો જોડાયા
મોરબીમાં આજે શનિવારના રોજ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા આ શોભાયાત્રા આજે સવારે ૮ કલાકે જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડથી શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ શહેરના મુખ્ય માર્ગ પરાબજાર, નહેરુગેટ ચોક, વીસી ફાટક, મયુર પુલ, મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચોકડી, ૮ એ નેશનલ હાઇવે થઈને સોઓરડી જિલ્લા પંચાયત કચેરી પાછળ આવેલ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે પુર્ણ કરવામાં આવી હતી અને ત્યાં સમાજના લોકો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળના પ્રમુખ પરસોત્તમભાઈ સાબરીયા તેમજ ઉપપ્રમુખ ચંદુભાઈ બાબરીયા તથા જગદીશભાઇ બંભાણિયા, સુરેશભાઇ સીરોહિયા સહિતના આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં જિલ્લામાં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
