મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રામાં માજી ધારાસભ્ય સહિતના લોકો જોડાયા
મોરબીમાં ઠંડા પીણાની એજન્સી ચલાવતા યુવાને તેની ઓફિસમાં દવા પી લેતા ટૂંકી સારવાર દરમિયાન મોત
SHARE









મોરબીમાં ઠંડા પીણાની એજન્સી ચલાવતા યુવાને તેની ઓફિસમાં દવા પી લેતા ટૂંકી સારવાર દરમિયાન મોત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા અને નવલખી રોડ ઉપર જ પોતાની ઠંડાપીણાની એજન્સીની ઓફિસ ધરાવતા યુવાને તેની ઓફિસ ખાતે દવા પી લીધી હતી અને તેને સારવારમાં ખસેડાયો હતો.જોકે ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજયુ હતુ.બનાવને પગલે હાલ પોલીસ દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી છે.જોકે મૃતકના પરિવારજનો દ્વારા મૃતકના ચક્ષુનું દાન કરવા માટેની વાત કરવામાં આવી હતી.જોકે તબીબ સાથે વાત કરવામાં આવતા ડોકટરે જણાવ્યું હતું કે ફાંસો ખાઈ ગયેલ, ઝેરી દવા પીધેલ તેમજ એડ્સગ્રસ્ત વ્યક્તિના ચક્ષુઓનું દાન થઈ શકતું નથી.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા કુબેરનગર સોસાયટીમાં રહેતા અને ઠંડા પીણાની એજન્સી ચલાવતા નિલેશભાઈ હરેશભાઈ મકવાણા લુહાર (ઉમર ૪૦) નામના યુવાને તા.૧૧-૪ ના સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેની નવલખી રોડ ઉપર આવેલી ઓફિસ ખાતે ઝેરી દવા પી લીધી હતી.જેથી તેને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવ્યો હતો. જો કે તેનું આજે તા.૧૨-૪ ના મોડી રાત્રીના અઢી વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વસાવા તથા બીટ વિસ્તારના જમાદાર બી.કે. દેથા દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
મારામારીમાં ઈજા
મોરબીના વીસીપરા વિજયનગરમાં રહેતા નીતિનભાઈ લાલજીભાઈ પરમાર નામના ૩૪ વર્ષના યુવાનને તેના ઘર નજીક અજાણ્યા ઇસમે ડાબા કાનના ભાગે લાફો મારતા તેને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે ત્રાજપર ખાતે રહેતા રાજેશભાઈ મનુભાઈ વરાણીયા (ઉમર ૩૨) નામના યુવાનને અજાણ્યા શખ્સે ત્રાજપર નજીક માર મારતા તેને પણ સારવારમાં ખસેડાયો હતો.જ્યારે મોરબી સામાકાંઠે ઇન્દિરાનગરમાં રહેતા કરસનભાઈ સોમાભાઈ ચૌહાણ નામના ૨૯ વર્ષના યુવાને તેના ઘરે કોઈ કારણસર ઊંઘની વધુ પડતી ટીકડીઓ ખાઈ લેતા તેને પણ સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.
મહિલા સારવાર
મોરબીના બેલા ગામે આવેલ વટેરો સેનેટરીના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારના મમતાબેન રમેશભાઈ બથવાર નામની ૨૦ વર્ષના મહિલા એસીડ પી ગયા હતા.જેથી તેઓને અત્રે સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના રાજપર ગામે આવેલ ગોકુલનગર વિસ્તારમાં થયેલ મારામારીની ઘટનામાં ઈજા થતા શોભનાબેન મુકેશભાઈ દેગસીયા નામના ૪૫ વર્ષના મહિલાને અત્રે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ બાઈક સ્લીપ થવાના બનાવમાં જીવાપર ગામે રહેતા લાભુબેન મકનભાઈ કાલરીયા નામના ૭૦ વર્ષીય વૃદ્ધા હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
અકસ્માતમાં ઇજા
મોરબીના રફાળેશ્વર નજીક બાઇક અને છોટાહાથી વચ્ચે અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં ગણપત લક્ષ્મણભાઈ સાકરીયા (૩૫), કિંજલ લક્ષ્મણભાઈ (૮) તથા વરૂણ લક્ષ્મણભાઈ રહે.ત્રણેય બેલા તા.મોરબી ને ઇજાઓ પહોંચી હતી.જેથી કરીને સારવાર માટે શિવમ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજાએ તપાસ કરી હતી.
