ટંકારાના ખાખરા ગામ નજીક પુલ ઉપરથી છોટા હાથી નદીમાં ખાબક્યું: જીવના જોખમે માવો બનાવતા યુવાનનો વિડિયો વાયરલ
SHARE







ટંકારા ધ્રોલ હાઈવે પર ખાખરા ગામ નજીક પસાર થતી નદીના પુલ પરથી છોટા હાથી નદીમાં ખાબક્યું હતું અને આ વાહનમાં પાણીના કેરબા ભરેલા હતા તે સામાન ભરેલ છોટા હાથી નદીમાં પડી ગયું હતું જો કે, સદનસીબે વાહનચાલક બચી ગયો હતો પરંતુ છોટા હાથી પાણીમાં પડ્યું તેની કેબીન પર બેસીને વાહન ચાલક માવો (મસાલો) બનાવીને ખાતો હોય તેવો વિડિયો વાયરલ થયેલ છે
સૌરાષ્ટ્રમાં માવા નું વ્યસન લોકોમાં ખૂબ જ વધારે જોવા મળે છે જો કે, વ્યસની વ્યક્તિ ગમે તેવી સ્થિતિમાં પણ પોતાના વ્યસન માટેની વસ્તુ શોધી જ લેતા હોય છે. તેવું સાંભળ્યું હશે પરંતુ આ વાતને સાબિત કરતો કિસ્સો ટંકારા પંથકમાં જોવા મળ્યો હતો જ્યાં છોટા હાથી નદીમાં ખાબક્યું હતું સદનસીબે વાહન ચાલક બચી ગયો હતો. પરંતુ નદીમાં જીવના જોખમની સ્થિતિમાં પણ વાહન ચાલકે વાહનની કેબીન ઉપર બેસીને માવો બનાવ્યો હતો જેનો વિડિયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. અને બનાવ સ્થળે હાજર રહેલા લોકોના કહેવા મુજબ મિનરલ વોટર ભરેલ છોટા હાથી નદીમાં ખાબક્યું હતું જેથી પુલ પરથી પસાર થતા અને ગામના લોકો ભેગા થઇ ગયા હતા ત્યાર બાદ ક્રેનની મદદથી વાહન ચાલક અને તેના વાહનને બહાર કાઢવામાં આવ્યુ હતુ

