મોરબીમાંથી ૧૫૮ બોટલ દારૂ ભરેલ કાર ઝડપાઈ, આરોપી ફરાર: ૩.૫૩ લાખનો મુદ્દામાલ કરજે
SHARE









મોરબી તાલુકા પોલીસે નેકસેસ સિનેમા પાસે પસાર થતી કારનો ચાલક પોલીસને જોઇ જતી કુબેરની ફાટક બાજુ યુ ટર્ન કરી લીધો હતો અને કાર છોડીને નાસી ગયેલ છે તે કારમાંથી ઇગ્લીશ દારૂની ૧૫૮ બોટલો મળી હતી જેથી કાર અને દારૂ મળીને પોલીસે ૩,૫૩,૭૫૬ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને કાર છોડીને નાસી ગયેલા શખ્સની સામે બી ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે
મોરબી તાલુકાના પીઆઇ એસ.કે.ચારેલની સુચના તેમજ માર્ગદર્શન અનુસાર સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સિધ્ધરાજભાઇ લોખીલ,રામદેવસિંહ જાડેજા તથા વિજયભાઇ ડાંગરને સંયુક્તાહે બાતમી હકીકત મળેલ કે, “એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની સ્વીફટ કાર નં જીજે 36 બી 727 જેના આગળના કાચમાં જય મચ્છો માં લખેલ છે તે ગાડીમાં ઇંગ્લીશ દારૂ છે જે નવલખી બાયપાસ રોડ થઇ મોરબી તરફ આવે છે. જેથી નવલખી બાયપાસ ખાતે નેકસેસ સિનેમા સામે વોચ રાખી હતી ત્યારે સ્વીફટ કાર આવતા કાર ચાલક પોતાની કાર પોલીસને જોઇને યુ-ટર્ન મારી ભગાવી હતી અને કુબેર ફાટક પાસે સ્વીફટ કાર મુકી નાસી ગયેલ હતો જે કારમાંથી ચેક કરી હતી ત્યારે તેમાંથી ૧૫૮ બોટલ દારૂ મળી આવેલ હતો જેથી ૫૩,૭૫૬ નો દારૂ અને ૩ લાખની કાર આમ કુલ મળીને ૩,૫૩,૭૫૬ નો મુદામાલ કબજે કર્યો છે. અને હાલમાં કાર મુકીને નાસી ગયેલા તેના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
