મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા હુમલાના દિવંગતોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ
SHARE









મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા હુમલાના દિવંગતોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ
મોરબીના દાઉદી વ્હોરા સમાજ દ્વારા જમ્મુ કશ્મીર ખાતે પહેલગામમાં કરવામાં આવેલ આતંકવાદી હુમલામાં આશરે 26 જેટલા ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી હતી તેમજ અનેક લોકો આ હુમલામાં ઇજાગ્રસ્ત થયા હતા. તેમના દુઃખમાં ભાગીદાર થવા માટે મોરબી શહેરમા આવેલ સૈફી મસ્જીદ ખાતે આજે મોરબીના આમિલ સાહેબના નૈતૃતવમાં મૃતકો માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. અને દુઆઓ સાથે મૃતક ભારતીય નાગરિકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તદુપરાંત મૃતકોના સન્માનમાં બે મિનિટ મૌન પાળ્યું હતું. દાઉદી વ્હોરા સમાજના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મૃતકો પ્રત્યે દાઉદી વ્હોરા સમાજને સહાનુભૂતિ છે તેમજ આ મુશ્કેલ ઘડી માં ઇશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી દુઆઓ કરવા માં આવી હતી. આ અંગે નું આયોજન મોરબી અનજુમને સૈફી જમાઅત કમિટી દ્વારા કરવામાં આવેલ હતું
